આર્યભટ્ટ સેટેલાઈટથી લઈ ચંદ્રયાન-3 સુધી આવો છે ભારતનો અંતરિક્ષનો ઈતિહાસ
History Of ISRO : વર્ષ 1947માં જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશની સ્થિતિ અત્યંત ખરાબ હતી અને તે સ્થિતિને જોઈને ભારત અંતરિક્ષમાં જાય કે કલ્પના મજાક જેવી લાગતી હતી પરંતુ ભારતે દરેક પડકારોનો સામનો કરીને સફળતા મેળવી. આજે ચંદ્રયાન-3 મિશન પર દુનિયાએ મીટ માંડેલી છે ત્યારે આવો જાણીએ ભારતની અંતરિક્ષમાં ઐતિહાસિક સફળરના ઈતિહાસ વિશે....
ISRO ની સ્થાપના
વર્ષ 1962માં ભારતે અંતરિક્ષમાં સફર કરવાનો નિર્ણય કર્યો અને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સમિતિ (INCOSPAR) ની સ્થાપના કરી. બાદમાં ડૉ. વિક્રમભાઈ સારાભાઈએ ઉન્નત ટેક્નોલોજીના વિકાસ માટે 5 ઓગસ્ટ 1969ના તેનું નામ બદલીને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) કર્યું. આજે આપણા ઈસરોનો સમાવેશ દુનિયાની 6 સૌથી મોટી અંતરિક્ષ એજન્સીઓમાં થાય છે.
દુનિયાએ મીટ માંડી ભારત સામે
આજથી આશરે 60 વર્ષ પહેલા સાઉન્ડિંગ રોકેટ સાથે પોતાના ઔપચારિક અંતરિક્ષ કાર્યક્રમની શરૂઆત કરનારા ભારત દેશને દુનિયાએ હળવાશથી લીધું હતું પરંતુ આજે જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર ચાલી રહ્યું છે તેના પર દુનિયાની મીટ મંડાયેલી છે. આ મિશન સફળ થતાંની સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત પહેલો દેશ બનશે.
આ પણ વાંચો : CHANDRAYAAN 3 ની સફળતા માટે દેશભરમાં પ્રાર્થના, ઠેર ઠેર યજ્ઞ, હોમ-હવનનું આયોજન