Gandhinagar: GPSC પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન, આયોગની સૂચના મુજબ કામ કરનારને પાઠવ્યા અભિનંદન
- GPSC પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન
- આજની પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ: હસમુખ પટેલ
- સમગ્ર ગુજરાતમાં વર્ગ-1 અને 2ની પરીક્ષા યોજાઈ: હસમુખ પટેલ
આજે જીપીએસસી (GPSCExam) ની વર્ગ-1 અને 2 ની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યનાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ તેમજ જામનગર સહિત 21 જીલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)નાં હસમુખ પટેલે (HasmukhPatel) નિવેદન આપ્યું હતું.
સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરાયા
જીપીએસસીનાં ચેરમેન હસમુખ પટેલે (GPSCChairmanHasmukhPatel) જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં જીપીએસસી (GPSC) દ્વારા લેવાયેલ આજની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. તેમજ આજે સમગ્ર ગુજરાતમાં વર્ગ-1 અને 2 ની પરીક્ષા યોજાઈ હતી. આ વખતે સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરાયા હતા.
આ પણ વાંચોઃ Jetpur માં નકલી નોટનાં રેકેટનો પર્દાફાશ, આરોપીએ કેવી રીતે કરતા હતા નકલી નોટની હેરાફેરી
11:30 પછી ઉમેદવારોને પ્રવેશ નથી અપાયો
તેમજ ઉમેદવારોને કોલ લેટરમાં સમય અંગેની જાણ કરી હતી. કોલ લેટરમાં 11.15 કલાક સુધી ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવા કહ્યું હતું. કેટલાક ઉમેદવાર 11.15 થી 11.30 પરીક્ષા સ્થળે પહોંચ્યા હતા. જેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષા ખંડમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. 11.30 પછી ઉમેદવારોને પ્રવેશ અપાયો નથી. અને તે પરીક્ષાની સલામતીનાં કારણે અપાયો નથી. જેમણે 11:30 પછી જે ઉમેદરાવોને પ્રવેશ નથી આપ્યો તેમણે આયોગની સૂચના મુજબ કામ કર્યું છે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃ Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસ વર્ષ-2025 માં વધુ એક મહત્ત્વપૂર્ણ અભિગમ
21 જીલ્લાનાં 405 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ
આજે રાજ્યભરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષા યોજાવવાની છે. ગાંધીનગર (Gandhinagar), અમદાવાદ (Ahmedabad), રાજકોટ, જામનગર સહિતનાં રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું છે. કુલ 245 જગ્યા માટે આશરે 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. વર્ગ-1 માટે 48 જગ્યા અને વર્ગ-2 ની 197 જગ્યા માટે પરીક્ષા લેવાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર 1 કલાક 45 મિનિટ પહેલા પ્રવેશ આપવામાં આવશે. પાણીની પારદર્શક બોટલ પરીક્ષા કેન્દ્ર પર લઈ જઈ શકાશે.