PM MODI અને 'બચ્ચન' સહિતની સેલિબ્રિટી બિહારમાં આપશે BA ની પરીક્ષા
લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી (LMNU) ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે ચર્ચાનું કારણ આગામી પરીક્ષા માટે જારી કરાયેલ એડમિટ કાર્ડ છે. જેમાં વિદ્યાર્થીઓની તસવીરને બદલે પીએમ નરેન્દ્ર મોદી, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓની તસવીર લગાવવામાં આવી છે. જે...
Advertisement
લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી (LMNU) ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે ચર્ચાનું કારણ આગામી પરીક્ષા માટે જારી કરાયેલ એડમિટ કાર્ડ છે. જેમાં વિદ્યાર્થીઓની તસવીરને બદલે પીએમ નરેન્દ્ર મોદી, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓની તસવીર લગાવવામાં આવી છે. જે કોલેજ પ્રશાસન પર આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તેનું નામ ગણેશ દત્ત મહાવિદ્યાલય છે. તે LMNU નું ઘટક એકમ છે.

એડમિટ કાર્ડ પર સેલિબ્રિટીઝના ફોટોગ્રાફ જોવા મળ્યા
આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે B.A. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડ લેવા માટે કોલેજ પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ તેમના એડમિટ કાર્ડ જોતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલાક વિદ્યાર્થીના એડમિટ કાર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હતી, જ્યારે કોઈ વિદ્યાર્થીના એડમિટ કાર્ડ પર સેલિબ્રિટીની તસવીર હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોલેજ દ્વારા બીએ એડમિટ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પર સેલિબ્રિટીઝના ફોટા હતા. વિદ્યાર્થીઓને આશંકા છે કે તેઓ પરીક્ષા આપવાથી વંચિત રહી જશે. અહીં, કોલેજ પ્રશાસને તેને ક્લેરિકલ ભૂલ ગણાવીને તાત્કાલિક સુધારણાનો દાવો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ એક કારકુની ભૂલ છે અને તે એક નાની સમસ્યા છે જેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી દૂર થવાનો ડર
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષાના ત્રણ-ચાર દિવસ પહેલા જ વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ આપવામાં આવે છે અને ત્યારબાદ જો કોઈ વિસંગતતા જોવા મળે તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટી પ્રશાસનની હાલત એવી છે કે 2019 થી 2022 સુધી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓના પરિણામમાં પણ ગડબડ થઈ ગઈ છે અને પછી સુધારાના નામે યુનિવર્સિટી પ્રશાસન હજુ પણ વિલંબ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ સરકારી ગ્રાન્ટ કે અન્ય સુવિધાઓથી વંચિત રહે છે.
Advertisement