Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવધાન...! આ દેશમાં Coronavirus નો વધ્યો ગ્રાફ, શું ફરી તે જ દિવસો...?

સાવધાન રહો Coronavirus એકવાર ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જીહા, મળતી માહિતી અનુસાર, બ્રિટનમાં કોરોનાવાયરસનું નવું વેરિઅન્ટ EG.5.1 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ નવા વેરિઅન્ટને 'Eris' નામ આપવામાં આવ્યું છે. બ્રિટનની આરોગ્ય સુરક્ષા એજન્સી (UKHSA) ના અધિકારીઓએ તેના...
09:50 AM Aug 05, 2023 IST | Hardik Shah

સાવધાન રહો Coronavirus એકવાર ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જીહા, મળતી માહિતી અનુસાર, બ્રિટનમાં કોરોનાવાયરસનું નવું વેરિઅન્ટ EG.5.1 ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ નવા વેરિઅન્ટને 'Eris' નામ આપવામાં આવ્યું છે. બ્રિટનની આરોગ્ય સુરક્ષા એજન્સી (UKHSA) ના અધિકારીઓએ તેના વિશે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ નિષ્ણાતો કહે છે કે તેનાથી ગભરાવવાની જરૂર નથી.

બ્રિટન એક નવી લહેરની પકડમાં

બ્રિટનની આરોગ્ય સુરક્ષા એજન્સી (UKHSA) એ જણાવ્યું કે 'Eris' એ 7 નવા કોરોના વેરિયન્ટ્સમાંથી એક છે. UKHSA અનુસાર, EG.5.1 (Eris) ની ઓળખ પ્રથમવાર 3 જુલાઈ, 2023ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે કોરોનાવાયરસના નવા Variant તરીકે કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. માહિતી અનુસાર, લોકો તેનાથી સંક્રમિત થવાના કેસ વધવા લાગ્યા છે. ચિંતા એ છે કે, દેશ એક નવી લહેરની પકડમાં આવવાનો છે. આ નવો બ્રિટનમાં તબાહી મચાવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે આ નવા વેરિઅન્ટના પ્રસારમાં બાર્બેનહાઇમરની અસર પણ છે. આ સિવાય તાજેતરના ખરાબ હવામાન અને લોકોની નબળી રોગપ્રતિકારક શક્તિએ તેના ફેલાવામાં ફાળો આપ્યો છે.

WHO ના ડાયરેક્ટર જનરલે શું કહ્યું ?

WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું હતું કે, લોકો રસી અને પ્રી-ઈન્ફેક્શન દ્વારા વધુ સારી રીતે સુરક્ષિત છે, પરંતુ દેશોએ તેમની તકેદારી ઓછી કરવી જોઈએ નહીં. નવું વેરિઅન્ટ કેટલું ખતરનાક છે તે અંગે તેમણે કહ્યું કે નવો વેરિઅન્ટ વધુ ગંભીર હોવાના કોઈ સંકેત નથી. કારણ કે UKHSA ના નવા ડેટા દર્શાવે છે કે Eris થી સંક્રમિત દર્દીઓની સંખ્યા બ્રિટનમાં જોવા મળતા કોરોનાના નવા કેસોમાં 14.6 ટકા છે. UKHSA ના ઇમ્યુનાઇઝેશન ચીફ ડૉ. મેરી રામસેએ જણાવ્યું હતું કે, આ સપ્તાહના રિપોર્ટમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધોમાં કોરોનાના વધુ કેસો સામે આવી રહ્યા છે. અમે નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, નિયમિત અને સારી રીતે હાથ ધોવાથી તમને કોરોના અને અન્ય વાયરસથી બચાવવામાં મદદ મળે છે. જો તમને શ્વસન સંબંધી બીમારીના લક્ષણો હોય, તો શક્ય હોય ત્યાં અન્ય લોકોથી દૂર રહો.

સિનેમા હોલમાં જતા લોકોમાં ઝડપથી ફેલાઈ જવાનો ખતરો

પ્રોફેસર પોલ હન્ટરએ કહ્યું કે, કોવિડનો નવો Variant અગાઉના કરતા 20.5% વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રોફેસર પોલ હન્ટરએ જણાવ્યું કે, આ Variant તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બાર્બી અને ઓપેનહેમર જોવા સિનેમા હોલમાં જતા લોકોમાં ઝડપથી ફેલાઈ જવાનો ખતરો છે. આને બાર્બેનહાઇમર અસર પણ કહેવામાં આવે છે. આ સિવાય ખરાબ હવામાન પણ તેના ચેપના દરને વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે.

આ પણ વાંચો - દુનિયાના સૌથી શાંત દેશ Denmark માં કુરાન સળગાવવામાં આવ્યું, ઈસ્લામિક દેશોએ નારાજગી વ્યક્ત કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CautionCorona in BritainCoronaVirusCoronavirus in BritainCovid-19Covid19rise of Cornavirusspreading rapidly
Next Article