સાવધાન! દેશમાં આજે કોરોનાના નોંધાયા 4,518 કેસ, રવિવારની સરખામણીએ આજે વધ્યા કેસ
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજે પણ આ મહામારી પૂરૂ રીતે આપણા જીવનથી દૂર થઇ નથી. ભારતમાં પણ કોરોનાના કેસમાં આજે વધારો નોંધાયો છે. જીહા, રવિવારની સરખામણીએ આજે સોમવારે 7 ટકાથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જે બતાવે છે કે, લોકો કોરોનાને હવે ગંભીર રીતે નથી લઇ રહ્યા.દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહà
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજે પણ આ મહામારી પૂરૂ રીતે આપણા જીવનથી દૂર થઇ નથી. ભારતમાં પણ કોરોનાના કેસમાં આજે વધારો નોંધાયો છે. જીહા, રવિવારની સરખામણીએ આજે સોમવારે 7 ટકાથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જે બતાવે છે કે, લોકો કોરોનાને હવે ગંભીર રીતે નથી લઇ રહ્યા.
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે (06 જૂન) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4,518 નવા કેસ નોંધાયા છે. વળી, કોવિડ-19 થી આ સમયગાળામાં 9 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,779 લોકો કોવિડ-19થી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 25,782 છે. દેશમાં કોરોના પોઝિટિવનો દર 34 દિવસ પછી 1 ટકાથી વધુ નોંધાયો છે, જે ચિંતાજનક છે.
Advertisement
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 25,782 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,30,852 લોકોએ કોરોના વાયરસને માત આપી છે. જ્યારે આ જીવલેણ વાયરસને કારણે દેશમાં કુલ 5,24,701 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કુલ 4,31,81,335 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સામે વેક્સીન અભિયાન પણ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,57,187 રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ 1,94,12,87,000 રસી આપવામાં આવી છે. દેશમાં 16 જાન્યુઆરી 2021 ના રોજ રસીકરણ શરૂ થયું.