Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરની ઉબેણ નદીમાં પૂર આવતા પશુઓ તણાયા, જુઓ video

રાજકોટ ( Rajkot) સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જુનાગઢ, જામનગર, અમરેલી સહિતના જિલ્લામાં મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક નદી-નાળાઓ છલકાયા છે સાથે સાથે અનેક ડેમોમાં નવા નીરની...
જેતપુરની ઉબેણ નદીમાં પૂર આવતા પશુઓ તણાયા  જુઓ video

રાજકોટ ( Rajkot) સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જુનાગઢ, જામનગર, અમરેલી સહિતના જિલ્લામાં મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક નદી-નાળાઓ છલકાયા છે સાથે સાથે અનેક ડેમોમાં નવા નીરની આવક થઇ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને ઉપલેટામાં જોરદાર વરસાદથી સ્થાનિક ડેમો અને જળાશયો છલકાયા છે.

Advertisement

ઉબેણ નદીમાં પૂર આવતા પશુઓ તણાયા
જુનાગઢ જિલ્લાનો ઉબેણ ડેમ ઓવરફલો થતાં જેતપુર પંથકની નદીઓમાં પૂર આવ્યા છે. જેતપુરના બાવા પીપળીયા ગામમાં પસાર થતી ઉબેણ નદીમાં પૂર આવવાને કારણે કોઝ વે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. નદીમાં ઘોડાપૂર આવવાથી ઉબેણ નદીમાં અનેક પશુઓ તણાયા છે. નદીના પૂરમાં 25થી વધુ ગાયો તણાઈ હોવાની ઘટના સામે આવી છે. બાવા પીપળિયા ગામના પાદરમાં કમર સુધીના પાણી ભરાયા છે.

Advertisement

આપણ  વાંચો -ઘેડ પંથક જળબંબાકાર! અનેક ગામનો સંપર્ક તૂટ્યો…

Advertisement

Tags :
Advertisement

.