ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : મોંઘીદાટ હોટેલોમાં જમતા પહેલા જોઈ લો આ ચોંકાવનારો Video, ઊડી જશે હોશ!

મોંઘીદાટ હોટેલોને માત્ર અને માત્ર કમાણીમાં જ રસ છે, તેમને તમારા સ્વાસ્થ્યની જરા પણ પડી નથી!
09:26 AM Nov 13, 2024 IST | Vipul Sen
  1. Rajkot માં સરોવર પેર્ટિકો હોટેલમાં છાશમાંથી ઈયળો નીકળી
  2. ગ્રાહક જૈનિશ કડેચા સેમિનાર એટેંડ કરવા હોટેલમાં ગયા હતા ત્યારની ઘટના
  3. હોટેલ સ્ટાફને ફરિયાદ કરતા સ્ટાફે વાતને જડમૂળથી ઉડાવ્યાનો આરોપ

રાજકોટમાં (Rajkot) મોંઘીદાટ હોટેલોમાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાનાં અનેક કિસ્સા અગાઉ પણ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક હોટેલમાં છાશમાંથી ઇયળો નીકળી હોવાનો ચોંકાનાવારો બનાવ બન્યો છે. સરોવર પેર્ટિકો હોટેલમાં છાશમાંથી ઈયળો નીકળી હોવાનો દાવો ગ્રાહક દ્વારા કરાયો છે. છાશમાં ઇયળો હોવાનો વીડિયો પણ ગ્રાહકે બનાવ્યો હતો. આ અંગે ફરિયાદ કરતા હોટેલ તંત્ર અને સ્ટાફે વાતને જડમૂળથી ઉડાવી દેવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો - Vav By-Election : આજે મતદાન, ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન મુછાળા દાદાનાં દર્શન કર્યા, કહી આ વાત

મોંઘીદાટ હોટેલમાં છાશમાંથી ઇયળો નીકળી હોવાનો દાવો

મોંઘીદાટ હોટેલોમાં ખાવા જતાં પહેલા સૌ વાર વિચારી લેજો. કેમ કે, આવી હોટેલોને માત્ર અને માત્ર કમાણીમાં જ રસ છે, તેમને તમારા સ્વાસ્થ્યની જરા પણ પડી નથી! કારણ કે, મોંઘીદાટ હોટેલોનાં ભોજનમાંથી જીવાત નીકળી હોય તેવા એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. હવે, રાજકોટમાં (Rajkot) વધુ એક મોંઘીદાટ હોટેલનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, જૈનિશ કડેચા નામનાં ગ્રાહક સેમિનાર હોવાથી નામાંકિત સરોવર પોર્ટિકો હોટેલ (Sarovar Portico Hotel) ગયા હતા. જ્યાં પીરસવામાં આવેલી છાશમાં ઇયળો હોવાનો દાવો ગ્રાહકે કર્યો હતો. ગ્રાહક જૈનિશ કડેચાએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

આ પણ વાંચો - Vav Seat : લોકશાહીના રાજા નક્કી કરી રહ્યા છે તેમનો પ્રતિનિધી

ફરિયાદ બાદ હોટેલ સ્ટાફ લાજવાને બદલે ગાજ્યો!

આરોપ છે કે, જૈનિશ કડેચાએ જ્યારે આ વાતની જાણ હોટેલનાં સ્ટાફને કરી તો હોટેલનો સ્ટાફ પણ લાજવાના બદલે ગાજ્યો અને ગ્રાહકને જવાબ પણ સરખી રીતે ન આપ્યો. આટલી મોટી હોટેલ અને સ્ટાફનું આવું વર્તન ગ્રાહક માટે ખૂબ આંચકાજનક હતું. આખરે, ગ્રાહકે ઈયળવાળી છાશનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. હવે, રાજકોટ મનપાનું (RMC) આરોગ્ય વિભાગ ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનાર હોટેલ સામે શું અને ક્યારે પગલાં લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો -VADODARA : હાથીખાના હોલસેલ માર્કેટમાંથી બે બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

Tags :
Breaking News In GujaratiCaterpillars in ButtermilkGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRAJKOTRajkot Municipal Health DepartmentSarovar Portico Hotel
Next Article