Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hurricane Hilary : વાવાઝોડાના પગલે કેલિફોર્નિયામાં વિનાશક પૂર આવવાની આશંકા

હિલેરી વાવાઝોડું (Hurricane Hilary) અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California) તરફ આગળ વધી રહ્યું છે અને જ્યારે તે કેલિફોર્નિયામાં ત્રાટકશે ત્યારે 2 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.  કેટેગરી 4માં આવતું હિલેરી વાવાઝોડું હાલ મેક્સિકો તરફ સરકી રહ્યું છે અને...
hurricane hilary   વાવાઝોડાના પગલે કેલિફોર્નિયામાં વિનાશક પૂર આવવાની આશંકા
હિલેરી વાવાઝોડું (Hurricane Hilary) અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California) તરફ આગળ વધી રહ્યું છે અને જ્યારે તે કેલિફોર્નિયામાં ત્રાટકશે ત્યારે 2 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.  કેટેગરી 4માં આવતું હિલેરી વાવાઝોડું હાલ મેક્સિકો તરફ સરકી રહ્યું છે અને અમેરિકાના દરિયાકાંઠે જ્યારે તે અથડાશે ત્યારે કેલિફોર્નિયા, એરિઝોના અને નેવાડામાં અતિ ભારે વરસાદ પડી શકે છે
ખતરનાક વરસાદ પડશે
નેશનલ હરિકેન સેન્ટર (NHC) ની અપેક્ષા છે કે શક્તિશાળી વાવાઝોડું  મેક્સિકોના લોકપ્રિય રિસોર્ટ ટાઉન કાબો સાન લુકાસની નજીક પહોંચશે, જો કે આ અઠવાડિયાના અંતમાં યુએસ વેસ્ટ કોસ્ટને ટકરાતા પહેલા તે નબળું પડી જશે પણ તેના કારણે ખતરનાક વરસાદ પડશે.
લોસ એન્જલસ અને લાસ વેગાસ સુધી પૂરના જોખમની ચેતવણી
બાજા કેલિફોર્નિયા અને મોટા ભાગના દક્ષિણ કેલિફોર્નિયામાં આવતા સપ્તાહની શરૂઆતમાં જીવલેણ અને સંભવિત વિનાશક પૂર આવવાની અપેક્ષા છે, તેમ મિયામી સ્થિત એજન્સીએ તેની નવીનતમ એડવાઈઝરીમાં જણાવ્યું હતું. એનએચસીના ડેપ્યુટી ડાયરેક્ટર જેમી રોમે સાન ડિએગોથી લોસ એન્જલસ અને લાસ વેગાસ સુધી પૂરના જોખમની ચેતવણી આપી હતી, જેમાં પામ સ્પ્રિંગ્સ વિસ્તારની આસપાસ ખાસ કરીને ઉચ્ચ જોખમ છે.
2 દિવસમાં 10 ઈંચ વરસાદની ચેતવણી
અહેવાલો અનુસાર મેક્સિકોના બાજા કેલિફોર્નિયામાં આગામી 2 દિવસમાં 10 ઈંચ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે મેક્સિકો અને કેલિફોર્નિયામાં પણ પૂર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ વાવાઝોડું પહેલા મેક્સિકો સાથે ટકરાશે અને પછી કેલિફોર્નિયા તરફ આગળ વધશે.
 84 વર્ષમાં સૌથી મોટું ઉત્તરીય વાવાઝોડું
જો કે, આ વાવાઝોડું ઉત્તર તરફ સતત આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તે પહેલા કેલિફોર્નિયામાં ટકરાશે, તો તે છેલ્લા 84 વર્ષમાં સૌથી મોટું ઉત્તરીય તોફાન હશે. પ્રથમ વખત, દક્ષિણ કેલિફોર્નિયા માટે કેટેગરી 4 વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
80 આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા
વાવાઝોડાની આગાહીના પગલે તિજુઆનાના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે. શુક્રવારે હિલેરી મેક્સિકોથી લગભગ 350 માઈલ દૂર હતી. ચક્રવાતને ધ્યાનમાં રાખીને દરિયાકિનારાની નજીક રહેતા લોકો માટે 80 આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, જેમાં 9 હજાર લોકો રહી શકશે. અગાઉ 1939માં કેલિફોર્નિયામાં આટલું મોટું ચક્રવાત આવ્યું હતું. ત્યારબાદ લોસ એન્જલસમાં પૂરના કારણે 100 લોકોના મોત થયા હતા.
Advertisement
Tags :
Advertisement

.