અરુંધતિ રોય વિરુદ્ધ UAPA હેઠળ દાખલ કરવામાં આવશે કેસ, દિલ્હી LGએ આપી મંજૂરી
UAPA : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Delhi Lt. Governor VK Saxena) એ સામાજિક કાર્યકર્તા અને બુકર પ્રાઈઝ વિજેતા (Social Activist and Booker Prize Winner) અરુંધતી રોય (Arundhati Roy) અને અન્ય એક વિરુદ્ધ UAPA હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. 2010માં રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં આ પરવાનગી આપવામાં આવી છે.
કથિત રીતે વર્ષ 2010 માં આપ્યા હતા ભડકાઉ ભાષણો
દિલ્હીના LG વીકે સક્સેનાએ કાશ્મીર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના ભૂતપૂર્વ પ્રોફેસર અરુંધતિ રોય અને ડૉ. શેખ શૌકત હુસૈન વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપી છે. મળી રહેલી માહિતી અનુસાર, 21 ઓક્ટોબર 2010 ના રોજ નવી દિલ્હીના LTG ઓડિટોરિયમ, કોપરનિકસ માર્ગ ખાતે "આઝાદી - ધ ઓન્લી વે"ના બેનર હેઠળ આયોજિત કોન્ફરન્સમાં અરુંધતિ રોય અને ડૉ. શેખ શૌકત હુસૈને કથિત રીતે ભડકાઉ ભાષણો આપ્યા હતા. સુશીલ પંડિતની ફરિયાદ પર 28 ઓક્ટોબર 2010ના રોજ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
- UAPA અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો
- એક મુદ્દો Kashmir ને ભારતથી અલગ કરવું હતો
- વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો
એક મુદ્દો હતો Kashmir ને ભારતથી અલગ કરવું
નવી દિલ્હીમાં 'આઝાદી- ધ ઓનલી વે' ના કાર્યક્રમમાં અનેક મુદ્દા પર ભાષણ આપવામાં આવ્યું હતું. તેમાનો એક મુદ્દો Kashmir ને ભારતથી અલગ કરવું હતો. આ સમ્મેલનમાં ભાષણ આપનારાઓની યાદીમાં સૈયદ અલી શાહ ગિલાની, એએઆર ગિલાની, અરુંધતિ રોય, ડૉ. શૌકત હુસૈન અને ઉગ્રવાદીઓના સમર્થક વારા વાર રાવ પણ હતા. સમ્મેલનમાં અરુંધતિ રોય દ્વારા ભારતને કાશ્મીરમાંથી અલગ કરવામાં આવે તે મુદ્દા પર જોર શોરથી ભાષણ આપવામાં આવ્યું હતું.
વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો
જણાવી દઇએ કે, 29.11.2010 ના રોજ Arundhati Roy અને Kashmir ના શેખ શૌકત હુસૈન વિરુદ્ધ કલમ 124-A/153A/153B/504 અને 505 અને 13 UA(P) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ ઓક્ટોબર 2023 માં લેફ્ટનન્ટ ગવર્નરે CRPC ની કલમ 196 હેઠળ ઉપરોક્ત આરોપીઓ સામે IPCની કલમ 153A/153B અને 505 હેઠળ સજાપાત્ર ગુનાઓ માટે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી હતી.
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર PMએ યોજી બેઠક, કોઇ કસર ન છોડવા કર્યો આગ્રહ