વાહ Canadian Police! હિંદુઓની સુરક્ષાના બદલામાં કરી પૈસાની માંગણી...
- કેનેડા અને ભારત વચ્ચેના બગડતા સંબંધો
- કેનેડા સરકારનું ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે નરમ વલણ
- હિંદુ મંદિરમાં થયેલા હુમલા અંગે કોઈ કાર્યવાહી થઇ નથી
કેનેડા અને ભારત વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે હવે Justin Trudeau ની આગેવાની હેઠળની સરકારનું ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે નરમ વલણ જોઇને સ્થાનિક પોલીસે (Canadian Police) પણ તેમને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. કેનેડાના Brampton માં હિંદુ મંદિર પર થયેલા હુમલા બાદ તેની ઓળખ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થકો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાન હવે પોલીસ હિંદુઓ સાથે ભેદભાવ પર ઉતરી આવી છે. કેનેડિયન પોલીસે (Canadian Police) કાર્યક્રમોમાં સુરક્ષા આપવાના બદલવામાં હિંદુ સંગઠનો પાસેથી પૈસાની માંગણી કરી છે. જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
સુરક્ષાના બદલામાં પૈસાની માંગણી...
સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે પીલ પોલીસે સુરક્ષા આપવાના બદલામાં હિંદુ સંગઠનો પાસેથી કથિત રીતે 70 હજાર ડૉલરની માંગણી કરી છે. પોલીસના આ વલણ બાદ હિન્દુ સંગઠનોના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહીં ટ્રુડોની સરકાર પર લઘુમતી અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઘણા હિંદુ સંગઠનો કહે છે, "અમે પણ ટેક્સ ભરીએ છીએ, તો પછી આ ભેદભાવ શા માટે?"
આ પણ વાંચો : Israel નો પ્લાન ફ્લોપ, CIA અધિકારી જ હતો જાસૂસ! જાણો શું છે સમગ્ર ઘટના...
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ...
હિંદુ સંગઠનોનું કહેવું છે કે, ખાલિસ્તાની જૂથો કેનેડાની સરકાર પર તેમના કાર્યક્રમો રદ કરવા દબાણ કરી રહ્યા છે અને જસ્ટિન ટ્રુડોની સરકાર આ દબાણમાં આવી રહી છે. વિશ્વમાં આ પ્રથમ ઘટના છે જ્યારે સ્થાનિક પોલીસ (Canadian Police) લઘુમતીઓની સુરક્ષાના બદલામાં ફીની માંગ કરી રહી છે. ખાલિસ્તાની સમર્થકો કેનેડાના વિવિધ શહેરોમાં ભારત વિરોધી નારા લગાવી રહ્યા છે અને હિંસક પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે હિંદુ સમુદાય અસુરક્ષિત અનુભવી રહ્યો છે. કેનેડિયન પોલીસ (Canadian Police) સાથે જોડાયેલો આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ છે.
આ પણ વાંચો : Donald Trump ની કેબિનેટમાં હિન્દુ નેતાની એન્ટ્રી, નવા વિદેશ અને રક્ષા મંત્રીઓની પણ જાહેરાત