NASA એ બરફથી 100 ફૂટ નીચે 60 વર્ષ પહેલા દંટાયેલું શેહર શોધી પાડ્યું
- Cold War-era military base મળી આવ્યું
- ઓછામાં ઓછા 30 મીટર નીચે બરફની નીચે દટાયેલું
- પીગળતો બરફ કેમ્પને ફરીથી બહાર લાવી શકે છે
Camp Century Greenland : NASA એ વધુ એક અવિશ્વનીય શોધ કરી છે. આ શોધ NASAએ Greenland માં આવેલા ભયાવહ બરફના વિસ્તારમાંથી કરી છે. આ ખોજ માટે NASA એ Gulfstream III નો ઉપયોગ કર્યો છે. ત્યારે NASA એ Gulfstream III ની મદદથી 60 વર્ષ પહેલા બરફમાં દંટાયેલું Camp Century શોધી પાડવામાં આવ્યું છે. આ માટે NASAએ Gulfstream III ઉપર સવાર વૈજ્ઞાનિકોએ એપ્રેલ 2024 માં ઉત્તર Greenland ઉપર ઉડતી વખતે અદ્યતન રડાર સાધન UAVSAR નો ઉપયોગ કર્યો હતો.
Cold War-era military base મળી આવ્યું
NASA એ UAVSAR થી બરફની ઊંડાઈમાં છુપાયેલા Camp Century ને સ્પષ્ટ રીતે માપવામાં મદદ કરી હતી. વૈજ્ઞાનિકો દ્વારા લેવામાં આવેલી રડાર ઇમેજમાં બરફની નીચે છુપાયેલું Cold War-era military base નું Camp Century જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ ઉત્તરી Greenland ઉપર ઉડતી વખતે રડારની તસવીર લીધી હતી. Camp Century ને 1959 માં Greenland બરફની સપાટીની નીચે ટનલના નેટવર્કને કાપીને બનાવવામાં આવ્યું હતું. આ શહેરને 1967 માં ત્યજી દેવામાં આવ્યું હતું. ત્યારથી તેના પર બરફ જમા થઈ રહ્યો છે.
આ પણ વાંચો: 1.5 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર માનવ જાતિઓ આ રીતે રહેતી હતી
A fascinating read. NASA scientists conducting surveys of the Greenland ice sheet got an unprecedented view of an abandoned "city under the ice" built by the US military during the Cold War. @SPACEdotcom link in reply. pic.twitter.com/XdNjU9bGFu
— Jonathan Amos (@JCDAmos) November 26, 2024
ઓછામાં ઓછા 30 મીટર નીચે બરફની નીચે દટાયેલું
Camp Century મુખ્ય સપાટીથી ઓછામાં ઓછા 30 મીટર નીચે બરફની નીચે દટાયેલું છે. NASA ની JPL ના એલેક્સ ગાર્ડનરે કહ્યું કે અમે બરફની ચાદર શોધી રહ્યા હતા અને અમને Camp Century શહેર મળી આવ્યું હતું. તો વિસ્તારના અગાઉના હવાઈ સર્વેક્ષણોએ બરફની ચાદરનું 2D ચિત્ર બનાવ્યું હતું, જ્યારે એપ્રિલમાં સંશોધકોએ NASA ના UAVSAR સાધનનો ઉપયોગ કર્યો હતો. જે તેનો 3D નકશો બનાવવામા આવ્યો હતો. નવા ડેટાએ આ ગુપ્ત Camp Century શહેરની રચનાઓ એવી રીતે જાહેર કરી કે જે અગાઉ ક્યારેય જોવામાં આવી ન હતી. નવીનતમ નકશાએ લેઆઉટ જાહેર કર્યું, જેમાં ઘણી સમાન રચનાઓ સામેલ છે. તેમજ તેમાં અનેક પ્રકારની સુવિધાવાળી ટનલ સ્પષ્ટપણે જોવા મળે છે.
પીગળતો બરફ કેમ્પને ફરીથી બહાર લાવી શકે છે
NASA એ રડારનો ઉપયોગ કરીને Camp Century ના ઊંડાણના અંદાજની પુષ્ટિ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ગણતરી એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે પીગળતો બરફ કેમ્પને ક્યારે ફરીથી બહાર લાવી શકે છે. સંશોધકોને આશા છે કે આવા સાધનોનો ઉપયોગ કરીને આ અભિગમ વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં સમાન વાતાવરણમાં બરફની ચાદરની જાડાઈને માપવામાં મદદ કરી શકે છે અને ભાવિ દરિયાઈ સપાટીના વધારાના અંદાજોને મર્યાદિત કરી શકે છે.
આ પણ વાંચો: Dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો