Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : શિક્ષક એજન્ટની દાદાગીરી! કહ્યું- પોલીસ-CID ખિસ્સામાં લઈને..!

દાદાગીરી કરનારા એજન્ટ શિક્ષક સામે CID ક્રાઈમમાં લેખિત ફરિયાદ થતાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
bz group scam   શિક્ષક એજન્ટની દાદાગીરી  કહ્યું  પોલીસ cid ખિસ્સામાં લઈને
Advertisement
  1. ભાગેડું કૌભાંડી ભૂપેન્દ્રસિંહનાં શિક્ષક એજન્ટની ગુંડાગિર્દી! (BZ Group Scam)
  2. નિવૃત્ત શિક્ષકના 2 લાખ ઓગળી ગયા બાદ લુખ્ખી દાદાગીરી
  3. સાબરકાંઠા જિલ્લામાં નિવૃત્ત દિવ્યાંગ શિક્ષકને ચોપડ્યો ચૂનો

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી સૌથી મોટું કૌભાંડ આચનાર અરવલ્લીનાં BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક ભાગેડું કૌભાંડી ભૂપેન્દ્રસિંહના શિક્ષક એજન્ટની ગુંડાગિર્દી સામે આવી છે. નિવૃત્ત દિવ્યાંગ શિક્ષકને રૂ. 2 લાખની ચૂનો ચોપડ્યા બાદ દાદાગીરી કરનારા એજન્ટ શિક્ષક સામે CID ક્રાઈમમાં લેખિત ફરિયાદ થતાં કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Jamnagar : ગૌચર જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરી તાર ફેન્સિંગ કર્યું, તંત્રે કરી આકરી કાર્યવાહી

Advertisement

નિવૃત્ત શિક્ષકના 2 લાખ ઓળવી ગયા બાદ એજન્ટની દાદાગીરી

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં BZ ગ્રૂપનાં એજન્ટ નરેશ કટારા લાંબડીયાની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. નરેશ કટારાએ વડાલીનાં વકીલ અને નિવૃત શિક્ષક કમલેશ ચૌહાણને વધુ વળતરની લાલચ આપીને BZ ગ્રૂપની પોંઝી સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું. નિવૃત્ત શિક્ષકે PF સહિત મળેલા રૂ. 2 લાખનું રોકાણ કર્યું હતું. જો કે, BZ ગ્રૂપનું કૌભાંડ (BZ Group Scam) બહાર આવતા નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે નાણાં પરત માગતા એજન્ટ નરેશ કટારાએ પોલીસ અને CID ખિસ્સામાં લઈને ફરતો હોવાની શેખી મારી હતી અને ધમકી આપી ફોન બંધ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : રોકાણકારોના રૂપિયા પર એજન્ટોનાં વિદેશમાં જલસા! વધુ એક Video વાઇરલ

BZ ગ્રૂપ કૌભાંડની તપાસમાં નવા ખુલાસા

આ મામલે નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે નરેશ કટારા વિરુદ્ધ CID ક્રાઈમમાં ( CID Crime) લેખિત ફરિયાદ કરી છે. CID ક્રાઈમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જણાવી જઈએ કે, BZ ગ્રૂપ કૌભાંડની તપાસમાં સતત નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હાલ, એવો દાવો કરાઈ રહ્યો છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) બિટકોઈનમાં રોકાણ કરતો હતો. તપાસમાં ખેડબ્રહ્માનાં અન્ય બે શિક્ષક એજન્ટનાં નામ પણ સામે આવ્યા છે. લાખો-કરોડોનું કમિશન મેળવવાનો શિક્ષકોના નામે દાવો કરાયો છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - Dahod : દેવગઢ બારિયાનાં તોયણી ગામે ગમખ્વાર અકસ્માત, 3 પિતરાઈ ભાઈઓનાં મોત