OYO માં રૂમ બુક કરાવનારા કપલ્સ માટે ખાસ સમાચાર
- Oyo એ ચેક-ઇન સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે
- કંપનીએ આ નિયમો વિશે હોટલ માલિકોને જાણ કરી
- નવા નિયમો હેઠળ, કેટલાક યુગલોને રૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં
જો તમે OYO માં રૂમ બુક કરાવવા જઈ રહ્યા છો, તો જાણો નવા નિયમો વિશે. કંપનીએ ચેક-ઈનના નિયમોમાં ફેરફાર કર્યો છે. કંપનીએ તમામ હોટલોને આ નિયમોની જાણકારી આપી દીધી છે. નવા નિયમો હેઠળ, કેટલાક લોકોને હવે ઓયો રૂમમાં પ્રવેશ મળશે નહીં. કંપનીએ આ નિયમ હમણાં જ યુપીના મેરઠથી શરૂ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ નિયમો અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે.
આ નિયમ મેરઠમાં તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો
કંપનીએ એક નિયમ બનાવ્યો છે કે હવે અપરિણીત યુગલો (જે લોકો પરણિત નથી) ઓયોના રૂમમાં એન્ટ્રી નહીં મળે. માત્ર પરિણીત યુગલો, પરિવારના સભ્યો વગેરેને જ ચેક-ઈન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમ ઓનલાઈન બુકિંગમાં પણ લાગુ થશે. બુકિંગ કરતી વખતે દંપતીના સંબંધને સાબિત કરતા દસ્તાવેજો જેવા કે લગ્નનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે. આ નિયમ મેરઠમાં તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.
નવા નિયમો કેમ લાવવા પડ્યા?
આવી ઘણી ફરિયાદો મળી રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અપરિણીત યુગલો કલાકના ધોરણે ઓયો રૂમ બુક કરે છે. ફરિયાદોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. અન્ય કેટલાક શહેરોના રહેવાસીઓએ અવિવાહિત યુગલોને OYO હોટલમાં ચેક-ઈન કરવાની મંજૂરી ન આપવા માટે અરજી કરી હતી. કંપનીએ કહ્યું કે આ નિર્ણય ગ્રાઉન્ડ લેવલ પર મળેલા ફીડબેકના આધારે લેવામાં આવ્યો છે. તે જ સમયે, આ નિયમ દેશના અન્ય શહેરોમાં પણ ધીમે ધીમે લાગુ કરવામાં આવી શકે છે. જે હોટલ નિયમોનું પાલન નહીં કરે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
કંપનીએ શું કહ્યું?
આ અંગે OYOના ઉત્તર ભારતના ક્ષેત્રીય વડા પવન શર્માએ જણાવ્યું હતું કે, 'OYO લોકોને સુરક્ષિત આતિથ્ય પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરીએ છીએ. પરંતુ અમે જ્યાં સેવા આપીએ છીએ તે નાગરિકોને સાંભળવા અને તેમની સાથે કામ કરવાની અમારી જવાબદારી પણ ઓળખીએ છીએ. અમે સમય સમય પર આ નીતિ અને તેની અસરની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું.
Oyo IPO માટે તૈયારી કરી રહ્યું છે
Oyo હાલમાં તેનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કંપની આ વર્ષે માર્ચમાં પોતાનો IPO લોન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, IPOની ઈશ્યુ સાઈઝ 8000 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. કંપનીએ IPO માટે સેબીને દસ્તાવેજો સબમિટ કર્યા છે.
આ પણ વાંચો: Vande Bharat સ્લીપર ટ્રેનની થઇ ટેસ્ટિંગ, સ્પીડ 180kmp અને પાણીથી ભરેલ ગ્લાસ જુઓ Video