Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'Bulldozer' 1 ઓક્ટોબર સુધી બંધ, Supreme Court એ કલમ 142 હેઠળ પ્રતિબંધ મૂક્યો

બુલડોઝરની કાર્યવાહી પર 'સુપ્રીમ પ્રતિબંધ' જાણો કોર્ટે દલીલમાં શું કહ્યું અમે નેરેટિવથી પ્રભાવિત નથી - -સુપ્રીમ કોર્ટ મંગળવારે એક મોટો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) સમગ્ર દેશમાં બુલડોઝર (Bulldozer)ની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તર પ્રદેશ સહિત...
 bulldozer  1 ઓક્ટોબર સુધી બંધ  supreme court એ કલમ 142 હેઠળ પ્રતિબંધ મૂક્યો
  1. બુલડોઝરની કાર્યવાહી પર 'સુપ્રીમ પ્રતિબંધ'
  2. જાણો કોર્ટે દલીલમાં શું કહ્યું
  3. અમે નેરેટિવથી પ્રભાવિત નથી - -સુપ્રીમ કોર્ટ

મંગળવારે એક મોટો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) સમગ્ર દેશમાં બુલડોઝર (Bulldozer)ની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝર (Bulldozer)ની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી દરમિયાન આ સૂચના આપવામાં આવી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ સૂચના આપી છે.

Advertisement

આ કેસોમાં કાર્યવાહીમાંથી મુક્તિ...

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે આગામી આદેશો સુધી દેશભરમાં ડિમોલિશન પર પ્રતિબંધ રહેશે. જો કે, આ હુકમ જાહેર માર્ગ, શેરી, વોટર બોડી, ફૂટપાથ, રેલ્વે લાઇન વગેરે પર ગેરકાયદેસર અતિક્રમણને લાગુ પડશે નહીં. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે દેશમાં ન્યાયનું ગૌરવ અને બુલડોઝર (Bulldozer) દેખાડવાની મંજૂરી આપી શકાય નહીં.

Advertisement

આ પણ વાંચો : Delhi : 'પૂર્વ CM' થઇ ગયા Arvind Kejriwal, LG ને આપ્યું રાજીનામું

કોર્ટમાં શું આપવામાં આવી દલીલ...

સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જ્યાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી છે. ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે. ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. તેના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે કોર્ટની બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે તેની અમને અસર નથી થતી. અમે એ ચર્ચામાં નહીં જઈએ કે કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે કે નહીં. જો ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ મુદ્દો હોય તો તે બંધારણની ભાવના વિરુદ્ધ છે.

Advertisement

આ પણ વાંચો : SC એ 30 સૈન્ય અધિકારીઓ સામેનો ફોજદારી કેસ રદ કર્યો, જાણો શું હતો સમગ્ર મામલો...

અમે નેરેટિવથી પ્રભાવિત નથી - -સુપ્રીમ કોર્ટ

તે જ સમયે, સુનાવણીમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે નેરેટિવથી પ્રભાવિત નથી થઈ રહ્યા. અમે સ્પષ્ટ કર્યું છે કે અમે ગેરકાયદે બાંધકામને રક્ષણ આપવાના પક્ષમાં નથી. પરંતુ કાર્યકારી ન્યાયાધીશ બની શકતા નથી. ડિમોલિશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. આ પછી જસ્ટિસ બીઆર ગવઈએ આદેશમાં લખ્યું કે, રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને યોગ્ય પ્રક્રિયા સાથે તોડી પાડવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો : CM પદ તરીકે નામ જાહેર થયા બાદ Atishi ની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું... Video

Tags :
Advertisement

.