QUESTIONS : કેડીલાના CMD રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસમાં નવો વળાંક
QUESTIONS : જાણીતી કંપની કેડીલાના CMD રાજીવ મોદી ( Cadila CMD Rajiv Modi) સામેના દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે રાજીવ મોદી કેસમાં ભરેલા સમરી રીપોર્ટ સામે બલ્ગેરિયન યુવતીએ સવાલ (QUESTIONS) ઉઠાવ્યા છે અને યોગ્ય સાક્ષીઓના નિવેદન નહીં નોંધ્યા હોવાનો દાવો કર્યો છે. પોતાના રક્ષણ માટે જીનીવા યુનાઇટેડ નેશન્સ ( United Nations)માં રજૂઆત કર્યાની કેફિયત પણ તેણે રજૂ કરી હતી.
કેડીલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા
અમદાવાદની કેડીલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. કેડિલા ફાર્મા (Cadila Pharma) કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ (Personal Assistant) તરીકે કામ કરતી બલ્ગેરિયા (Bulgarian) ની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPC ની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી. જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે (Sola Police) ફરિયાદ દાખલ થઈ. IPC ની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે ભરેલા A સમરીના રિપોર્ટ પર રાજીવ મોદીને ક્લીનચીટ મળી હતી
ત્યારબાદ પોલીસે તપાસ શરુ કરી હતી. જો કે પોલીસે તૈયાર કરેલા રિપોર્ટમાં બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા આરોપોને સંલગ્ન કોઇ પુરાવા પોલીસને મળ્યા ન હોવાનો દાવો પોલીસે કર્યો હતો. જેના કારણે પોલીસે રાજીવ મોદીને ક્લિન ચીટ આપી દીધી હતી. પોલીસે ભરેલા A સમરીના રિપોર્ટ પર રાજીવ મોદીને ક્લીનચીટ મળી હતી.
8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર થઇ ન હતી
પોલીસ દ્વારા તેમને 2 વાર સમન્સ પાઠવ્યા બાદ 15 મી ફેબ્રુ.એ સોલા પોલીસ મથકમાં જવાબ આપવા માટે હાજર થયા હતા. જોકે આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
બલ્ગેરિયન યુવતીએ આજે પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ ભરેલી એ સમરીના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા
જો કે આજે બલ્ગેરિયન યુવતીએ આજે પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ ભરેલી એ સમરીના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે પોલીસે યોગ્ય સાક્ષીઓના નિવેદન લીધા ન હતા. તેણે કેફિયત રજૂ કરી હતી તે પોતાના પરિવારને ધમકી મળતી હોવાથી તેમના રક્ષણની માગ માટે તે જિનીવા યુનાઇટેડ નેશન્સમાં રજૂઆત કરવા ગઇ હતી.
મારે રાજીવ મોદીના પૈસા જોઇતા નથી
યુવતીએ કહ્યું કે મારે રાજીવ મોદીના પૈસા જોઇતા નથી પણ રક્ષણ અને ન્યાય જોઇએ છે. તેણે સવાલ કર્યા હતા કે પોલીસ શા માટે આરોપીને બચાવવા માગે છે. તેણે કહ્યું કે ભારતની અદાલતો પર મને વિશ્વાસ છે.
પોલીસ તપાસ યોગ્ય રીતે થઇ નથી
યુવતીના વકીલે કહ્યું હતું કે પોલીસ તપાસ યોગ્ય રીતે થઇ નથી. અમે એ સમરી રિપોર્ટ સામેની જરુરી રજૂઆત મેજિસ્ટ્રેટ સમક્ષ કરીશું. સમગ્ર બનાવમાં બલ્ગેરિયન યુવતી આજે હાજર થતાં મોટો વળાંક આવ્યો છે.
આ પણ વાંચો-----CADILA PHARMA CASE: પુરાવાના અભાવે કેડીલા ફાર્માના માલિકને દુષ્કર્મના કેસમાં મળી ક્લીનચીટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ