Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BUDGET 2024 : આયુષ્યમાન યોજનાથી હવે 10 લાખ સુધીની સારવાર! આ લોકોને પણ હવે મળશે યોજનાનો લાભ

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના અંતિમ બજેટમાં (Budget 2024) આયુષ્માન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું કે, હવે આંગણવાડી કાર્યકરો, સહાયકો અને ASHA વર્કરોને પણ આયુષ્માન યોજનામાં સામેલ કરવામાં આવશે....
budget 2024   આયુષ્યમાન યોજનાથી હવે 10 લાખ સુધીની સારવાર  આ લોકોને પણ હવે મળશે યોજનાનો લાભ

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના અંતિમ બજેટમાં (Budget 2024) આયુષ્માન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું કે, હવે આંગણવાડી કાર્યકરો, સહાયકો અને ASHA વર્કરોને પણ આયુષ્માન યોજનામાં સામેલ કરવામાં આવશે. તેઓને પણ આ મફત સારવાર સુવિધાનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, આયુષ્માન યોજના હેઠળ પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. જો કે, હવે આયુષ્માન યોજના હેઠળ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં વાર્ષિક રૂ. 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકાશે.

Advertisement

રસીકરણ અંગે પણ જાહેરાત

નાણામંત્રીએ કહ્યું કે, સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ પણ લાવી છે. 9-14 વર્ષની કન્યાઓને સર્વાઈકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત, નાણામંત્રીએ  કહ્યું કે, આંગણવાડી કેન્દ્રોનો પણ વિકાસ કરવામાં આવશે.

કરોડ લાખપતિ દીદી

મહિલા સશક્તિકરણ માટે નાણામંત્રીએ જાહેરાત (Budget 2024) કરી હતી કે, આગામી પાંચ વર્ષમાં 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, દેશમાં એક કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની છે. સરકારનું આ પગલું 9 કરોડ મહિલાઓના જીવનધોરણમાં પરિવર્તન (Budget 2024) લાવવા જઈ રહ્યું છે.

Advertisement

શું છે આયુષ્માન ભારત યોજના?

આ યોજના હેઠળ લાયક પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની (Ayushyaman Yojana) મફત સારવારનો લાભ આપવામાં આવે છે. આ માટે દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, પ્રવેશના એક અઠવાડિયા પહેલા અને ડિસ્ચાર્જ પછીના 10 દિવસ સુધીના પરીક્ષણો માટે ખર્ચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્સર અને કિડનીની બીમારી સહિત અનેક ગંભીર રોગોની સારવાર પણ કરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો - Budget 2024 : નિર્મલા સિતારમણે આટલી મિનિટમાં જ બજેટ સ્પીચ પૂર્ણ કરી

Tags :
Advertisement

.