Jammu and Kashmir માં BSF બસને નડ્યો અકસ્માત, 3 જવાનના મોત, 26 ઘાયલ
- ચૂંટણી ડ્યુટી પર જઈ રહેલી BSF ટીમની બસનો થયો અકસ્માત
- 3 જવાનોના મોતની આશંકા, 26 ઘાયલ
- ઘાયલોને ખાનસાહેબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરાયા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સીમા સુરક્ષા દળ (BSF)ની બસને અકસ્માત નડ્યો. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોના મોતની આશંકા છે, જ્યારે 26 જવાનો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. BSF ની આ ટીમ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીની ફરજ માટે જઈ રહી હતી. BSF ની બસને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને ખાનસાહેબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં તૈનાત માટે સૈનિકો સાથે દક્ષિણ કાશ્મીર (Jammu and Kashmir)ના પુલવામાથી બડગામ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.
કેવી રીતે થયો અકસ્માત?
પુલવામાથી બડગામ જઈ રહેલી બસ બડગામ પાસે ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. ખાઈમાં પડી જતાં બસના ટુકડા થઈ ગયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલા BSF જવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા માટે મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.
Budgam, J&K: A major accident occurred in Budgam, where a bus carrying BSF personnel plunged into a deep gorge. Rescue operations are currently underway, and medical teams have been dispatched to provide urgent care to the injured. Authorities are investigating the cause of the… pic.twitter.com/4A4Cyj3UFI
— IANS (@ians_india) September 20, 2024
આ પણ વાંચો : Haryana : કાલકાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગ, એક ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી...
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થયું હતું. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર (Jammu and Kashmir) ઘાટીના 4 જિલ્લાઓની કુલ 24 બેઠકો પર મતદાન થયું છે. મતદાનના પ્રથમ તબક્કામાં 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં કુલ 23 લાખ મતદારોના નામ મતદાર યાદીમાં હતા. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થવાનું છે. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં લગભગ 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે.
આ પણ વાંચો : Andhra Pradesh : તિરૂપતિ લાડુ પ્રસાદમ વિવાદ, પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ TDP પર કર્યા પ્રહાર