Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Brij Bhushan Sharan Singh એ કુસ્તીબાજોની તુલના પાંડવ અને દ્રૌપદી સાથે કરી

હુડ્ડા પરિવારે કુસ્તીબાજોને દાવ પર લગાવીને કાવતરું ઘડ્યું મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો હાલમાં તે કોર્ટમાં ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા Brij Bhushan Singh News : Haryana વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ Vinesh Phogat અને Bajrang Punia કોંગ્રેસ પાર્ટીમાં...
10:47 PM Sep 08, 2024 IST | Aviraj Bagda
Brij Bhushan Sharan Singh Compares Hooda Family to Pandavas, Accuses Congress of Conspiracy

Brij Bhushan Singh News : Haryana વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ Vinesh Phogat અને Bajrang Punia કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસે Haryana ની જુલાલ વિધાનસભા બેઠક પરથી Vinesh Phogat ને ઉમેદવાર બનાવ્યો છે. Bajrang Punia ને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. બંને કુસ્તીબાજો કોંગ્રેસમાં જોડાયા બાદ ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા Brij Bhushan Sharan Singh સતત શાબ્દિક હુમલો કરી રહ્યા છે.

હુડ્ડા પરિવારે કુસ્તીબાજોને દાવ પર લગાવીને કાવતરું ઘડ્યું

આજરોજ Brij Bhushan Sharan Singh એ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના હુડ્ડા પરિવારે કુસ્તીબાજોને દાવ પર લગાવીને કાવતરું ઘડ્યું છે. જેમ પાંડવોએ મહાભારતમાં દ્રૌપદીને દાવ પર લગાવી હતી. મહાભારતમાં જે જુગાર રમવામાં આવ્યો હતો. તેમાં દ્રૌપદીને દાવ પર લગાવવામાં આવી હતી. અને પાંડવોનો પરાજય થયો હતો. દેશ હજુ પણ આ મામલે પાંડવોની ભૂલને ભૂલી નથી શક્યો. હુડ્ડાના પરિવારે 'તેમની દીકરીઓ અને બહેનોનું સન્માન દાવ પર લગાવીને' તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું, જેના માટે આવનારી પેઢી તેમને માફ નહીં કરે અને આ માટે તેઓ હંમેશા દોષિત રહેશે.

આ પણ વાંચો: Abu Dhabi Crown Prince પ્રથમ વખત ભારતની મુલાકાતે, દિલ્હીમાં થયું સ્વાગત

મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો

જોકે Brij Bhushan Sharan Singh હુડ્ડા પરિવારમાંથી Haryana ના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનો ઉલ્લેખ કરી રહ્યા હતાં. ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગયા વર્ષે અનેક મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેઓએ તેમની સામે તપાસની માંગણી સાથે કેટલાક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખે પણ કહ્યું વધુમાં કહ્યું કે, Bajrang Punia ની માનસિકતા બગડી ગઈ છે. તેણે પત્નીને દાવ પર લગાવી દીધી હતી. હું તેને પૂછવા માંગુ છું કે તે ટ્રાયલ વગર એશિયન ગેમ્સમાં કેમ રમવા ગયો?

હાલમાં તે કોર્ટમાં ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા

તમને જણાવી દઈએ કે કુસ્તીબાજોના આંદોલનને કારણે Brij Bhushan Sharan Singh ને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હાલમાં તે કોર્ટમાં ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે. Vinesh Phogat અને Bajrang Punia એ 6 ઓગસ્ટે કોંગ્રેસમાં ન તો ડરશો કે પાછા હટશો નહીં, શપથ ગ્રહણ કર્યા હતાં.

આ પણ વાંચો: Bajrang Punia ને મારી નાખવાની મળી ધમકી, કોંગ્રેસ છોડી દો નહીંતર...

Tags :
Bajrang PuniaBhupinder Singh HoodaBrij bhushan Sharan SinghBrij Bhushan SinghBrij Bhushan Singh NewsCongress CandidateGujarat FirstHaryana assembly electionsHaryana pollsVinesh PhogatVinvesh PhogatWrestlers-Protests
Next Article