Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BRICS Summit : G-20 બાદ હવે PM નરેન્દ્ર મોદી BRICS માં શી જિનપિંગને મળ્યા, અનેક બાબતો પર થશે ચર્ચા...!

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી 15મી BRICS સંમેલનમાં PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. પ્રેસ કોન્ફરન્સમાં PM નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ પોતાની સીટ પર બેસતા પહેલા વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શી જિનપિંગે...
brics summit   g 20 બાદ હવે pm નરેન્દ્ર મોદી brics માં શી જિનપિંગને મળ્યા  અનેક બાબતો પર થશે ચર્ચા

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી 15મી BRICS સંમેલનમાં PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. પ્રેસ કોન્ફરન્સમાં PM નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ પોતાની સીટ પર બેસતા પહેલા વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શી જિનપિંગે PM મોદી સાથે હાથ પણ મિલાવ્યો હતો.

Advertisement

નવેમ્બર 2022 માં આયોજિત G20 સમિટમાં, PM મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં શી જિનપિંગને મળ્યા હતા. આ કોન્ફરન્સનું આયોજન પ્રમુખ જોકો વિડોડો દ્વારા કરવામાં આવ્યું હતું. G20 બેઠકમાં બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર વિચાર વિનિમય કર્યો. વર્ષ 2020માં પૂર્વી લદ્દાખમાં સૈન્ય અથડામણ બાદ બંને દેશોના નેતાઓની આ પહેલી મુલાકાત હતી.

Advertisement

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર અથડામણને કારણે ત્રણ વર્ષ સુધી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ રહ્યા હતા. સરહદ વિવાદના ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીમાં 19 વખત વાતચીત થઈ ચૂકી છે. PM મોદી મંગળવારે BRICS સંમેલનમાં ભાગ લેશે. આ સમિટના પ્રથમ દિવસે BRICS બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગ યોજાયો હતો. જેમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે, તે વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે.

Advertisement

ત્રણ વર્ષ માટે વર્ચ્યુઅલ સમિટ યોજાઈ

આ સંવાદમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપતા PM મોદીએ કહ્યું હતું કે પરસ્પર વિશ્વાસ અને પારદર્શિતા ઊંડી અસર કરી શકે છે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં. કોવિડ-19 રોગચાળા પછી, આ સમિટ સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ હતી. આ પછી, BRICS સમિટના બીજા દિવસે, PM મોદીએ કહ્યું કે તેની G-20 અધ્યક્ષતા હેઠળ, ભારતે વૈશ્વિક દક્ષિણના અન્ય દેશોને ખૂબ મહત્વ આપ્યું છે. PM મોદીએ પણ D.Africa ને BRICS સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

PM મોદીએ કહ્યું, 'દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં સાઉથ ગ્લોબલના દેશો પર આપવામાં આવેલા વિશેષ ધ્યાનનું અમે સ્વાગત કરીએ છીએ. આ માત્ર વખાણ નથી પણ સમયની જરૂરિયાત છે. ભારતે G-20 ના પ્રમુખપદ દરમિયાન આ વિષયને ખૂબ મહત્વ આપ્યું છે.

આ પણ વાંચો : નેપાળમાં સડક દુર્ઘટનામાં 6 ભારતીયો સહિત કુલ 7 લોકોના મોત 17 લોકો ઘાયલ

Tags :
Advertisement

.