Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેપાળના પહાડોમાં Helicopter ને કાળ ભરખી ગયો, 5 ના મોત

Helicopter એ રસુવાના સ્યાફ્રૂબેસીમાંથી ઉડાન ભરી હતી Helicopter ની કમાન કેપ્ટન અરૂણ મલ્લાના હાથમાં હતી આશરે 167 લોકોના મોતના આંકડા સામે આવ્યા હતાં Nepal Helicopter crashed: નેપાળના નુવાકોટ જિલ્લામાં શિવપુરી નજીકના વિસ્તારમાં પહાડો પર આવેલા જંગલોમાં એક Helicopter નો...
નેપાળના પહાડોમાં helicopter ને કાળ ભરખી ગયો  5 ના મોત
  • Helicopter એ રસુવાના સ્યાફ્રૂબેસીમાંથી ઉડાન ભરી હતી

  • Helicopter ની કમાન કેપ્ટન અરૂણ મલ્લાના હાથમાં હતી

  • આશરે 167 લોકોના મોતના આંકડા સામે આવ્યા હતાં

Nepal Helicopter crashed: નેપાળના નુવાકોટ જિલ્લામાં શિવપુરી નજીકના વિસ્તારમાં પહાડો પર આવેલા જંગલોમાં એક Helicopter નો ભયાવહ અકસ્માત નોંધાયો છે. આ Helicopter એ Air Dynesty નું માનવામાં આવે છે. તો ઘટનાસ્થળ પરથી પોલીસનું કહેવું છે કે, આ Helicopter એ સૂર્યચૌર પહાડીના વિસ્તારમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. ત્યારે આ ઘટનામાં હાલમાં 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યો છે.

Advertisement

Helicopter એ રસુવાના સ્યાફ્રૂબેસીમાંથી ઉડાન ભરી હતી

ત્યારે આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શિવપુરી 7 વિસ્તારમાં Helicopter સાથે દુર્ઘટના નોંધાય હતી. શિવપુરી 7 માં આવેલા પહાડી વિસ્તારમાં Helicopter અસંતુલિત થતા તેની ટક્કર પહાડો સાથે હતી. ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તે ઉપરાંત ઘટનાસ્થળની આસપાસ ભારે સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શરૂઆતી તપાસમાં માહિતી મળી છે કે, Helicopter એ રસુવાના સ્યાફ્રૂબેસીમાંથી ઉડાન ભરી હતી.

Advertisement

આ પણ વાંચો: Ghaziabad : શેખ હસીનાના સેફ હાઉસનો રસ્તો કોઇ ભુલભુલામણીથી...

Helicopter ની કમાન કેપ્ટન અરૂણ મલ્લાના હાથમાં હતી

તો Helicopter ની જ્યારે પહાડો સાથે ટક્કર થઈ હતી. ત્યારે ગણતરીના સમયમાં Helicopter ની અંદર આગ ફાટી નીકળી હતી. તો બીજી તરફ Helicopter એ જ્યારે ઉડાન ભરી હતી. તેની 3 મિનિટ પછી Helicopter સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તો Helicopter માં કુલ 5 લોકો સવાર હતાં. તેમાંથી હાલમાં, 5 લોકોનો મૃતદેહ મળી આવ્યા છે. અને આ Helicopter ને કેપ્ટન અરૂણ મલ્લા દ્વારા ઉડાવવામાં આવી રહ્યું હતું.

Advertisement

આશરે 167 લોકોના મોતના આંકડા સામે આવ્યા હતાં

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ત્રિભુવન હવાઈ મથક પર સૌર્ય એયરલાઈન્સનું એક વિમાન ભયંકર દુર્ઘટનાનો સામનો કર્યો હતો. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર આશરે 18 લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. વિમાાનમાં આ દુર્ઘટના ઉડાન ભરતાની સાથે તરત થઈ હતી. જોકે આ ઘટનામાં વિમાન રન વે પર ઘડાયું હતું. અને ત્યારે વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ પહેલા પણ 1992 માં મોટી દુર્ઘટના સર્જાયી હતી. જેમાં આશરે 167 લોકોના મોતના આંકડા સામે આવ્યા હતાં.

આ પણ વાંચો: Decision : હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાં તૈનાત બિન-જરૂરી કર્મચારીઓને...

Tags :
Advertisement

.