BREAKING : ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, શું સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર પણ ચૂંટણી નહીં લડે?
લોકસભાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે રાજનીતિના દાવ પેચ રમાતા દેખાઈ રહ્યા છે. ગુજરાત ભાજપ આજ સવારથી ચર્ચાનો વિષય બની છે. આજે સવારે વડોદરાના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ પોતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી પોતે ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી. સાબરકાંઠા બેઠક ઉપરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો દ્વારા અત્યારે એવી વિગતો સામે આવી છે કે, સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 2024ની લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.
સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર
ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવા નનૈયો
ભીખાજી ઠાકોરને લઈ પાર્ટીમાં હતો આંતરિક અસંતોષ
અટક વિવાદ બાદ આખરે ચૂંટણી લડવાની પાડી ના@bhikhaji50 @BJP4Gujarat #Sabarkantha #BhikhajiThakor #BJP #MP pic.twitter.com/LHrRpNy2on— Gujarat First (@GujaratFirst) March 23, 2024
ભીખજી ઠાકોર હાલ સંપર્ક વિહોણા બન્યા છે
ગુજરાત ભાજપમાં સવારથી એક બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ગુજરાતની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદાવારે ચૂંટણી લડવાની ના પાડી રહ્યાં છે. સુત્રો દ્વારા એવી માહિતી સામી આવી છે કે, ઉમેદવારોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી લડવાની જાણકારી આપી છે.
હવે સોશિયલ મીડિયા ઉપરથી ભીખજી ઠાકોરે આ પોસ્ટ ડિલીટ કરી છે. ભીખજી ઠાકોર પોતાની આ પોસ્ટ બાદ સંપર્ક વિહોણા બન્યા છે. ભાજપના કાર્યકરો અને ગુજરત ફર્સ્ટ સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી.
આ પહેલા રંજનબેન ભટ્ટ પણ પોતાની અનિચ્છા દર્શાવી ચૂક્યા છે
હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
— Ranjan Bhatt (MP) (मोदी का परिवार) (@mpvadodara) March 23, 2024
વડોદરાના સાંસદ રંજનબે ભટ્ટ દ્વારા લોકસભા – 2024 ની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવવામાં આવી હતી. ગતરાત સુધી તેઓ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા.વડોદરાથી લોકસભાના સાંસદ તરીકે ભાજપ દ્વારા સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટીકીટ આપવાની જાહેરાત આપતા પાર્ટીમાં વિરોધનો સુર શરૂ થયો હતો. પ્રથમ પાર્ટીના સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનને સતત ત્રીજી વખત ટીકીટ આપવાની વાતનો વિરોધ કરતા મામલો શરૂ થયો હતો. ત્યાર બાદ પાર્ટીમાં અંદર ખાને ગણગણાટ શરૂ થયો હતો. તો બીજી તરફ રંજનબેન ભટ્ટ દ્વારા કાર્યકર્તાઓના સંમેલનોમાં હાજરી આપી પાછલી ચૂંટણી કરતા વધારે વોટ મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. આજે સવારે અચાનક રંજનબેન ભટ્ટ દ્વારા અંગત કારણોસર ચૂંટણી લડવા માટેની અનઇચ્છા ટ્વીટર પર શેર કરવામાં આવી હતી.
વલસાડ બેઠક પરથી ભાજપ ધવલ પટેલનું નામ બદલાઈ શકે છે
મળી રહેલી માહિતી અનુસાર, વલસાડ બેઠક પરથી ભાજપ ધવલ પટેલનું નામ બદલાઈ શકે છે. જોકે, આ અંગે હજું સ્પષ્ટતા થઇ નથી.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક મોટા સમાચાર, વલસાડ બેઠક પર ભાજપ બદલી શકે છે ઉમેદવાર!