Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Go First ની ફ્લાઈટ્સ પર લાગી 4 જૂન સુધી બ્રેક, જાણો રિફંડ અંગે શું કહ્યું...

આર્થિક સંકટમાં ફસાયેલી ગો ફર્સ્ટ એરલાઈન પરના સંકટના વાદળો વધુ ઘેરાતા જાય છે. હવે એરલાઈને તેની ફ્લાઈટ્સ 4 જૂન સુધી રદ કરી દીધી છે. છેલ્લા દિવસોમાં, ગો ફર્સ્ટ ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ થવાની ધારણા હતી. GoFirst એ સૌપ્રથમ 3 મેના...
09:13 AM May 31, 2023 IST | Dhruv Parmar

આર્થિક સંકટમાં ફસાયેલી ગો ફર્સ્ટ એરલાઈન પરના સંકટના વાદળો વધુ ઘેરાતા જાય છે. હવે એરલાઈને તેની ફ્લાઈટ્સ 4 જૂન સુધી રદ કરી દીધી છે. છેલ્લા દિવસોમાં, ગો ફર્સ્ટ ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ થવાની ધારણા હતી. GoFirst એ સૌપ્રથમ 3 મેના રોજ તેની ફ્લાઈટ્સ પર રોક લગાડી હતી.

આ જાહેરાત પહેલા 2 મે સુધી કરવામાં આવી હતી

એરલાઇન દ્વારા 2 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે તે 5 મે સુધી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ રદ કરી રહી છે. ત્યારે તાજેતરમાં મળી જાણકારી અનુસાર એરલાઈને ટ્વીટ કર્યું કે, 'અમને જણાવતા ખેદ થાય છે કે ગો ફર્સ્ટની શેડ્યૂલ ફ્લાઈટ્સ 4 જૂન, 2023 સુધી રદ કરવામાં આવી છે.' એરલાઈને કહ્યું કે, ટિકિટની સંપૂર્ણ રકમ મુસાફરોને પરત કરવામાં આવશે. એરલાઈન્સ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં રિ-બુકિંગ શરૂ કરવામાં આવશે.

DGCA દ્વારા તૈયારીઓનું 'ઓડિટ' કરવામાં આવશે

અગાઉ એવી જાણ કરવામાં આવી હતી કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા એરલાઈનની તૈયારીઓનું 'ઓડિટ' કરશે. GoFirst દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલી માહિતીમાં પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હાલમાં એરલાઇન સ્વૈચ્છિક નાદારી ઉકેલ પ્રક્રિયા હેઠળ છે. DGCA ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, GoFirst ના રેગ્યુલેટરે કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો છે.

એરલાઈન્સ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'DGCA આગામી દિવસોમાં અમારી તૈયારીઓ તપાસવા માટે ઓડિટ કરશે. એકવાર અમને રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળી જાય, અમે ટૂંક સમયમાં ફરીથી કામગીરી શરૂ કરીશું. GoFirst એ પણ કહ્યું હતું કે, સરકારે ઘણો સહકાર આપ્યો છે અને એરલાઇનને વહેલી તકે કામગીરી શરૂ કરવા કહ્યું છે.

આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

Tags :
BankruptcyDGCAfinancial crisisGo Firstgo first airlinego first flightsGoFirst InsolvencyNCLATnclt
Next Article