Bopal Murder Case : MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો
- અમદાવાદના બોપલમાં બનેલી હત્યાની ઘટના મામલે આરોપીનો સ્કેચ જારી (Bopal Murder Case)
- ગ્રામ્ય પોલીસ દ્વારા સ્કેચ જારી કરવામાં આવ્યો, CCTV ફૂટેજની પણ તપાસ
- 10 નવેમ્બરે વાહન ધીમે ચલાવવા અંગે ટકોર કરતા યુવકની થઈ હતી હત્યા
Bopal Murder Case : અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં રવિવારે રાતે બનેલી હત્યાની ઘટનામાં મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) આ મામલે તપાસ કરી આરોપીનો સ્કેચ જારી કર્યો છે. સાથે જ CCTV ફૂટેજનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વાહન ધીમે ચલાવવા મામલે ટકોર કરતા કારચાલકે MICA કોલેજનાં વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad : શા માટે સ્પીડમાં ચલાવે છે ? કહેતા કારચાલકે વિદ્યાર્થીને જાહેરમાં ચપ્પાનાં ઘા ઝીંક્યા, થયું મોત
ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીનો સ્કેચ જારી કરાયો
અમદાવાદનાં બોપલ (Bopal) વિસ્તારમાં રવિવારની રાત લોહિયાળ બની હતી. આ ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. દરમિયાન, પોલીસે આરોપીનો સ્કેચ બનાવડાવી જારી કર્યો છે. સાથે જ વિસ્તારનાં વિવિધ CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જો કે, ઘટનાનાં (Bopal Murder Case) બે દિવસ બાદ પણ આરોપી કારચાલક પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો - Diu : શરમજનક ઘટના! ક્રુઝનાં લેડિસ બાથરુમમાં યુવકે કેમેરો લગાડ્યો અને પછી..!
શું હતી ઘટના ?
ઘટનાની વાત કરીએ તો રવિવારે રાત્રે 10 કલાકની આસપાસ બોપલ ફાયર સ્ટેશન (Bhopal fire station) નજીક બે બાઈક સવાર યુવાનો પસાર થઈ રહ્યા હતા. ત્યારે, એક મોંઘી કાર લઈને પૂરઝડપે પસાર થઈ રહેલી વ્યક્તિ એ MICA કોલેજમાં અભ્યાસ કરતા મૂળ ઉત્તરપ્રદેશનાં 23 વર્ષીય પ્રિયાંશુ જૈન નામનાં યુવકને ચપ્પુનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. કારચાલક સ્પીડમાં જઈ રહ્યો હોવાથી બાઈક પર સવાર બંને યુવકોએ કાર ધીમે હંકારવા માટે ટકોર કરી હતી, જેથી કારચાલકે ગાડી રોકીને બંને યુવકો સાથે તકરાર કરી ઝઘડો કર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા કારચાલકે પોતાનાં વાહનમાંથી ચપ્પુ કાઢીને યુવકને પાછળ પીઠનાં ભાગે ઘા માર્યા હતા. યુવક લોહીલુહાણ થતાં કારચાલક ત્યાંથી ફરાર થયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત (Bopal Murder Case) નીપજ્યું હતું.
આ પણ વાંચો - Valsad : મોડી રાતે કપરાડા નજીક કુંભ ઘાટ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી