Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bollywood : આલિયાએ વર્કીંગ મધરને આપી આ ટીપ્સ...!

Bollywood : બોલિવુડ ( Bollywood ) અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt ) વર્કીંગ મધરને ઘણી મદદરુપ થાય તેવી ટીપ્સ શેર કરી છે. બધાને ખબર જ છે કે આલિયા લગ્ન બાદ તુરત જ માતા બની હતી. પ્રેગ્નન્સીમાં પણ તે પોતાનું કામ...
bollywood   આલિયાએ વર્કીંગ મધરને આપી આ ટીપ્સ

Bollywood : બોલિવુડ ( Bollywood ) અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt ) વર્કીંગ મધરને ઘણી મદદરુપ થાય તેવી ટીપ્સ શેર કરી છે. બધાને ખબર જ છે કે આલિયા લગ્ન બાદ તુરત જ માતા બની હતી. પ્રેગ્નન્સીમાં પણ તે પોતાનું કામ બખૂબી કરતી હતી અને ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું હતું. મા બન્યા પછી પણ તેણે કામ કરવાનું ચાલું રાખ્યું છે. પોતાના કામમાં ધ્યાન આપવાની સાથે તે પોતાની દિકરી રાહાની સારી સંભાળ પણ લઇ લઇ રહી છે. કારકિર્દીની વ્યસ્તતા વચ્ચે પણ દિકરીની સંભાળ લેવાનું તે ચૂકતી નથી. કામ વચ્ચે કઇ રીતે તે પોતાના બાળકની સંભાળ લઇ રહી છે તેની ઘણી વાતો આલિયાએ શેર કરી હતી જે આજની વર્કીંગ મધરને ઘણી કામ આવે તેમ છે. દિકરી રાહાને જન્મ આપ્યા બાદ આલિયા ઘણી બદલાઇ દઇ છે

Advertisement

તમારા બાળક સાથે સમય વિતાવો અને પ્રેમ આપો

આલિયા કહે છે કે જ્યારે પણ તક મળે ત્યારે તમે તમારા બાળક સાથે સમય વિતાવો અને પ્રેમ આપો...બાળકનો ઉછેર એ જીવનભર ચાલતી એક પ્રક્રિયા છે. તેથી પરફેક્શન લાવવું શક્ય નથી. આવી સ્થિતિમાં બાળકને ઘણો પ્રેમ અને એટેન્શ આપવાનો એક જ રસ્તો છે., કારણ કે પ્રેમની કોઈ સીમા હોતી નથી.

જીવનમાં નિર્ણયો લેવામાં સક્ષમ બનાવવા માંગે છે.

આલિયા કહે છે કે જ્યારે પણ તેને લાગે છે કે તેની પુત્રી યોગ્ય વસ્તુ પસંદ નથી કરતી, ત્યારે તે કહે છે કે 'મને તારા પર વિશ્વાસ છે.' તે કહે છે કે તે તેની દીકરીને માત્ર પરફેક્ટ વસ્તુ પસંદ કરવાનું શીખવવા નથી માંગતી, તે માત્ર તેને તેના જીવનમાં નિર્ણયો લેવામાં સક્ષમ બનાવવા માંગે છે.

Advertisement

દીકરીને ઉછેરવાથી તે સહનશીલ બની ગઈ છે

આલિયા રાહાને દરેક જગ્યાએ લઈ જાય છે તે કહે છે કે દીકરીને ઉછેરવાથી તે સહનશીલ બની ગઈ છે. આલિયા પુત્રીના ઉછેરને એક જવાબદારી સમજવાને બદલે તેની પુત્રી સાથે સમય પસાર કરવાની તક માને છે. આનાથી માતા અને પુત્રી વચ્ચેનો સંબંધ પણ મજબૂત બને છે.

આ પણ વાંચો---- Natasa Stankovic New Post: હાર્દિક-નતાશાના છુટાછેડા વચ્ચે બંનેએ કરી ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ

Advertisement

Tags :
Advertisement

.