Rhea Chakraborty ને મળી રાહત, વાંચો સમગ્ર મામલો
- બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી
- સુપ્રીમ કોર્ટે લુક આઉટ નોટિસ રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો
- સુપ્રીમ કોર્ટે આ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને પણ ફગાવી દીધી
Rhea Chakraborty: બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને આજે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અભિનેત્રી, તેના ભાઈ શૌવિક અને પિતા ઈન્દ્રજિત ચક્રવર્તી વિરુદ્ધ લુક આઉટ નોટિસ રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. 2020માં સીબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસને હાઈકોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં રદ કરી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે આ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને પણ ફગાવી દીધી છે.
અરજી "વ્યર્થ" હતી
જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે મૌખિક રીતે જણાવ્યું હતું કે અરજી "વ્યર્થ" હતી અને માત્ર એટલા માટે દાખલ કરવામાં આવી હતી કારણ કે આરોપીઓ "હાઈ-પ્રોફાઈલ" હતા, તેમ લાઈવ લોએ અહેવાલ આપ્યો હતો.
લુક આઉટ નોટિસ શા માટે જારી કરવામાં આવી?
આપને જણાવી દઈએ કે દિવંગત સુશાંત સિંહ રાજપૂતના પરિવારે અભિનેતાના મૃત્યુની તપાસની માંગ કરતા પટનામાં કેસ દાખલ કર્યો હતો અને રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.. બાદમાં આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી સીબીઆઈએ ઓગસ્ટ 2020માં આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ પરિપત્રને રિયા અને તેના પરિવારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ પણ વાંચો----CID 2 પ્રથમ ઝલક, ફરીવાર ACP પ્રદ્યુમન ખૂની ખેલના કોયડા ઉકેલશે
Supreme Court dismisses an appeal of Maharashtra government challenging Bombay High Court order quashing look-out circulars issued against actress Rhea Chakraborty, her father and brother.
Look-out circular was issued by the CBI in relation to death of actor Sushant Singh…
— ANI (@ANI) October 25, 2024
સીબીઆઈએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
ફેબ્રુઆરીમાં, બોમ્બે હાઈકોર્ટે 2020 માં રિયા ચક્રવર્તી અને તેના પરિવારના બે સભ્યો સામે સીબીઆઈ દ્વારા જારી કરાયેલ એલઓસીને રદ કરી દીધું હતું. તે જ સમયે સીબીઆઈએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે આજે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો
તમને જણાવી દઈએ કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો જે બાદ તેના પિતા પટના નિવાસી કૃષ્ણ કિશોર સિંહની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસે તપાસ શરૂ કરી હતી. સુશાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી અને પછી તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી અને પોતાની ઓળખ બનાવી. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી.
આ પણ વાંચો----Pankaj Tripathi ની પત્નીને લગ્નના 20 વર્ષ પછી પણ તેમની મા નાપસંદ કરે છે!