Bollywood Actress એ દુબઈની જેલમાં 27 દિવસ વિતાવ્યા, સેનેટરી પેટ્સ પણ નહોતા આપ્યા
- ફ્લાઈટમાં Actress ને કોઈ Drugs નું બેગ પકડાવ્યું
- પોલીસે બેગ તપાસ કરતા તેમાંથી Drugs મળ્યું હતું
- જેલમાં સેનેટરી પેડ પણ આપવામાં આવ્યા ન હતા
Bollywood Actress Chrisann Pereira : Bollywood ના અભિનેતા અને Actress ના નામ અનેકવાર Drugs કેસમાં જોડાયેલા છે. તે ઉપરાંત અનેક બોલીવૂડ કલાકારો Drugs સાથે પણ જડપાયા છે. તો આવી જે એક ઘટનાનો એક Actress શિકાર થઈ હતી. આ Actress એ તેની આપવીતીને એક તાજેતરમાં ઈન્ટરવ્યૂમાં જણાવી હતી. જોકે આ બોલીવૂડ Actress સાથે આ ઘટના દુબઈમાં થઈ હતી. આ Actress એ સડક 2 અને બાટલા હાઉસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફ્લાઈટમાં Actressને કોઈ Drugs નું બેગ પકડાવ્યું
આ Actressનું નામ Chrisann Pereira છે. તો 28 વર્ષની Chrisann Pereira એ સિદ્ધાર્થ કાનનના ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે. આમાં Chrisann Pereiraએ કહ્યું છે કે તેને દુબઈમાં એક કેસમાં ખોટી રીતે ફસાવી હતી. તેના કારણે તેને 27 દિવસ સુધી દુબઈની જેલમાં રાખવામાં આવી હતી. તો જેલમાં Chrisann Pereira સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું, તેના વિશે પણ Chrisann Pereira એ પોડકાસ્ટમાં જણાવ્યું છે. જોકે Chrisann Pereira એ બાળપણથી જ ડાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તો Chrisann Pereira એ ડાન્સ કરવા માટે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં પણ જતી હતી.
આ પણ વાંચો: ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું, ડાયરેક્ટરના કટ કહ્યા પછી પણ Kiss કરતો રહ્યો અભિનેતા
View this post on Instagram
પોલીસે બેગ તપાસ કરતા તેમાંથી Drugs મળ્યું હતું
જોકે 27 વર્ષની ઉંમરે Chrisann Pereira પહેલીવાર એકલી દુબઈમાં ડાન્સ ઈવેન્ટમાં ગઈ હતી. આ પહેલા તે હંમેશા તેની ટીમ સાથે અથવા તેના પરિવાર સાથે જતી હોય છે. ત્યારે ફ્લાઈટ્સ જ્યારે લેન્ડિંગ થઈ હતી, ત્યારે અચાનક કોઈએ તેને Drugs ની બેગ આપી દીધી હતી. જોકે Chrisann Pereira જાણતી ન હતી, કે આ બેગમાં Drugs હશે. જોકે દુબઈમાં તેણી ડાન્સ ઓડિશન માટે આવી હતી. પરંતુ આ બેગને પહોંચાડવા માટે તેણી એક અવાવરું સ્થાને પહોંચી હતી. આ જગ્યા જોઈને તેને પણ મુંઝવણ થવા લાગી હતી.
જેલમાં સેનેટરી પેડ પણ આપવામાં આવ્યા ન હતા
તો તેણીએ આ બેગ લઈને દુબઈમાં આવેલી પોલીસ પાસે ગઈ હતી. પરંતુ ત્યારે પોલીસ તેની ભાષા ન જાણતી હોવાથી પોલીસને ગેરસમજ થઈ હતી. ત્યારે અંગ્રેજી અને હિન્દી ભાષા બોલતા વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે પોલીસને સમજાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે બેગ તપાસ કરતા તેમાંથી Drugs મળ્યું હતું. તે પછી પોલીસે તેણીને જેલમાં ધકેલી હતી. તો જેલમાં તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. તેને જેલમાં સેનેટરી પેડ પણ આપવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો: Beauty Influencer નો બ્રાઝિલમાંથી મૃત્યુની અંતિમ ક્ષણોનો Video થયો વાયરલ