Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Salim Khanને બુરખો પહેરેલી મહિલાની ધમકી..લોરેન્સકો ભેજુ ક્યા...?

અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી એક મહિલા દ્વારા ધમકી આપવામાં આવી સ્કૂટી પર આવેલી બુરખો પહેરેલી મહિલા ધમકી આપી ફરાર લોરેન્સ બિશ્નોઈને ભેજુ ક્યાં ? કહીને મહિલા ફરાર Salim Khan : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘેર...
12:39 PM Sep 19, 2024 IST | Vipul Pandya
Salman Khan and Salim Khan pc google

Salim Khan : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘેર થોડા સમય પહેલા વહેલી સવારે ફાયરિંગ થયું હતું. કથિત રીતે, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ આ ફાયરિંગની જવાબદારી લીધી હતી. આ મામલો પ્રકાશમાં આવતા જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને મામલાની ઝડપી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને આ કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હજું આ મામલો શાંત થયો નથી ત્યાં સલમાન ખાનના પિતા સલીમખાન (Salim Khan)ને ધમકી મળી છે જેથી ખળભળાટ મચી ગયો છે.

બુરખો પહેરેલી મહિલાએ ધમકી આપી

સમાચારો મુજબ અભિનેતા સલમાન ખાનના પિતાને બુરખો પહેરેલી એક મહિલા દ્વારા ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સલીમ ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. ત્યારે એક સ્કૂટી પર બે લોકો આવ્યા અને બુરખા પહેરેલી મહિલાએ પૂછ્યું, લોરેન્સ બિશ્નોઈને ભેજુ ક્યાં ? પોલીસને આ મામલાની માહિતી મળતાં જ તેમણે અજાણી મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો---SALMAN KHAN ના ઘર ઉપર બેખોફ રીતે ફાયરિંગ કરાવનાર ANMOL BISHNOI આખરે છે કોણ?

પોલીસે એક આરોપીની ધરપકડ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સલીમ ખાનને આ ધમકી ત્યારે આપવામાં આવી હતી જ્યારે તે બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે ગયા હતા. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ બુરખો પહેરેલી આરોપી મહિલા હજુ ફરાર છે અને બાંદ્રા પોલીસની બે ટીમ મહિલાને શોધી રહી છે. આ આરોપી મહિલાને પકડવામાં પોલીસ કેટલો સમય લે છે તે જોવું રહ્યું.

ચાહકો ચિંતિત

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં જ્યારે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું ત્યારે પણ મામલો ગરમાયો હતો. જો કે, સલમાનની સુરક્ષા વધારવાની સાથે પોલીસે આ કેસ પર ખૂબ જ સાવધાની સાથે કામ કર્યું હતું. આ કેસમાં પોલીસ હજુ આ મામલે તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સલીમ ખાનના ચાહકો આવી ધમકીઓ મળ્યા બાદ ચિંતામાં મુકાઈ ગયા છે. આટલું જ નહીં, સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો હજુ પણ ચર્ચામાં છે કારણ કે આ કેસ સાથે જોડાયેલા એક આરોપીએ હાલમાં જ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરે તેની તૂટેલી આંગળીની સારવાર માટે પૈસા માંગ્યા છે.

આ પણ વાંચો---Bollywood: સલમાનખાનની પૂર્વ પ્રેમિકા 20 વર્ષથી શોધી રહી છે આ લાપતા અભિનેતાને...

Tags :
BollywoodBollywood actor Salman KhanLawrence BishnoiMumbai PoliceSalim KhanThreat
Next Article