Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli Firing Case: માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ

Amreli Firing Case: અમરેલી જિલ્લામાં ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમામે અમરેલી જિલ્લાના માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ થયાની ઘટની બની છે. જાણકારી પ્રમાણે ખાંભા નજીક પીપળવાથી ચતુરી રોડ પર રાત્રિના સમયે ફાયરિંગ...
amreli firing case  માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ

Amreli Firing Case: અમરેલી જિલ્લામાં ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમામે અમરેલી જિલ્લાના માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ થયાની ઘટની બની છે. જાણકારી પ્રમાણે ખાંભા નજીક પીપળવાથી ચતુરી રોડ પર રાત્રિના સમયે ફાયરિંગ થયું હોવાનું જણાઈ રહ્યું છે. નોંધની છે કે, કે, શિવા વાલા ધાખડા પર જૂની અદાવતને લઈને ફાયરીંગ (Amreli Firing) થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે 2 કારમાં આવેલા પહુ વરું, મયુર વરું અને સંજય વરું સહિત 6થી 8 શખ્સો દ્વારા ફાયરીંગ કરાયું હોવાનું રિલ્સમાં શિવા ધાખડાએ લખ્યું છે.

Advertisement

રાત્રિના સમયે શિવા ધાખડાની સ્કોર્પિયો કાર પર ફાયરિંગ થયું: સૂત્રો

અહીં રાજુલા પંથકમાં શિવા વાલા ધાખડાનો દબદબો છે, તેવુ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. વિગતો પ્રમાણે રાત્રિના સમયે શિવા ધાખડાની સ્કોર્પિયો કાર પર ફાયરિંગ થયું છે. ઉલ્લેખનીય છે કે, શિવા ધાખડાએ પોતાના ઇન્સ્ત્રાગ્રામ પર 8થી 10 રાઉન્ડ ફાયરીંગ કર્યાની રીલ પણ શેર કરી છે. નોંધનીય છે કે, અંધાધૂન ફાયરિંગ થવા છતાં શિવા ધાખડાનો આબાદ બચાવ થયો છે.

Advertisement

શિવા ધાખડાએ ફાયરિંગ કરનારા શખ્સોના નામ જાહેર કર્યા

નોંધનીય છે કે, ઘટનાને ગંભીરતાથી લેતા અમરેલી એસ.પી., એ.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી રહ્યો હતો. સોશિયલ મીડિયાની રિલમાં ફાયરિંગ (Amreli Firing) કરનારા શખ્સોના નામ શિવા ધાખડાએ જાહેર કર્યા છે. જેથી અત્યારે ખાંભા પોલીસ મથકમાં શિવા ધાખડા દ્વારા ગુન્હો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આવી રીતે કાયદાઓને નેવે મુકીને જાહેરમાં અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેથી પોલીસે પણ સત્વરે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંંધનીય છે કે, શિવા વાલા ધાખડા ખુબ રિલ શેર કરીને આરોપીઓના નામ જાહેર પણ કર્યા છે.

આ પણ વાંચો: PORBANDAR : પોરબંદરથી ATS ની ટીમે પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ISI ને મોકલતો હતો ભારતની સંવેદનશીલ જાણકારી

આ પણ વાંચો: Fake Office Scandal in Modasa: અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો, આ નેતાનું નામ આવ્યું સામે..

આ પણ વાંચો: Fake Office Scandal: ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત! મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ

Advertisement
Tags :
Advertisement

.