Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં તમામ લોકસભા બેઠકો જીતવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો દાવો

અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. તેઓ મોરબી પુલ દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોના મોક્ષ માટે રાખવામાં આવેલી રામકથામાં હાજરી આપી રાજકોટ પહોંચ્યા હતા. સી આર પાટીલ ના સ્વાગત માટે મોટી સંખ્યામાં રાજકોટમાં કાર્યકર્તાઓ ઉમટ્યા...
રાજ્યમાં તમામ લોકસભા બેઠકો જીતવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો દાવો

અહેવાલ--રહીમ લાખાણી, રાજકોટ 

Advertisement

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. તેઓ મોરબી પુલ દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોના મોક્ષ માટે રાખવામાં આવેલી રામકથામાં હાજરી આપી રાજકોટ પહોંચ્યા હતા. સી આર પાટીલ ના સ્વાગત માટે મોટી સંખ્યામાં રાજકોટમાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. તેમણે રાજકોટમાં ધારાસભ્ય ઉદય કાનગઢના કાર્યાલયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા કરી...

ગુજરાતમાં 26 માંથી 26 સીટમાં જીતનો દાવો

Advertisement

સી આર પાટીલે રાજકોટમાં ધારાસભ્ય ઉદય કાનગઢના કાર્યાલયની મુલાકાત દરમિયાન મીડિયા સાથે પણ વાતચીત કરી હતી તેમાં સૌથી મોટું નિવેદન તેઓએ આપ્યું હતું. તેમણે કહ્યું કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી 2024 માં આવી રહી છે ત્યારે 2024 માં ગુજરાતમાં 26 માંથી 26 સીટને જીતનો દાવો કર્યો છે તો સાથે જ એક સીટમાં પાંચ લાખ થી વધુ ની લીડ સાથે જીતવાનો પણ દાવો કર્યો છે. ગુજરાતમાં વિધાનસભામાં મહિલાઓને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, લોકસભામાં પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.

સી.આર.પાટીલે મોરબી ખાતે પૂ.શ્રી મોરારીબાપુની શ્રી રામકથામાં ઉપસ્થિત રહી આશિર્વાદ પ્રાપ્ત કર્યા

Advertisement

કથામાં શ્રોતાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ટુંકમાં સબોધન કરતા જણાવ્યું કે,પૂ.મોરારીબાપુની કથામાં મને બાપુના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય આપ્યું તે બદલ કથાના આયોજકોનો હ્રદયથી આભાર. પૂ. મોરારીબાપુના દર્શન કરીને વિનંતી કરુ છું કે તેમની કથામાં જે રીતે ધર્મનો ઉદ્દેશ આપતા હોય છે, નિતિ પર ચાલવા અને અનિતિથી દુર ચાલવા સંદેશ આપતા હોય છે, વ્યસન મુક્ત તેમજ સમાજને કુરિવાજથી દુર કરવા પૂ. મોરારીબાપુનો પ્રયાસ હરહમેંશ રહેતો હોય છે તેથી આ યજ્ઞ હમેંશા ચાલુ રાખે. કથાકાર પોતાની કથામાં સમાજ સુધારાની વાત રજૂ કરે ત્યારે ખૂબ મોટો પ્રભાવ પડે છે. કથાના કાર્યક્રમમાં જયારે કોઇ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર ભાગ લે છે એટલે તે ઘર્મભીરુ છે. કોઇ પણ કાર્યકર ધર્મભીરુ હોવો જ જોઇએ.

આ પણ વાંચો---LOVE JIHAD : સુરતમાં કિશોરીને ફસાવી બળજબરીથી ધર્માંતરણ કરાવાનો ચોંકાવનારો કિસ્સો

Tags :
Advertisement

.