ST/SC : શું ક્વોટામાં ક્વોટા પર મોદી સરકાર લાવશે વટહુકમ ?
- તાજેતરમાં ST/SC ક્વોટાના પેટા વર્ગીકરણની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો
- ST/SC સમુદાયના ભાજપના સાંસદો આજે પીએમ મોદીને મળ્યા
- ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે મેમોરેન્ડમ સબમિટ કર્યું
ST/SC : અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વોટાના પેટા-વર્ગીકરણની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજકીય ચહલ પહલ વધી રહી છે. દરમિયાન, ST/SC સમુદાયો સાથે જોડાયેલા લોકસભા અને રાજ્યસભાના BJP સાંસદોએ આજે સંસદ ભવનમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
સાંસદોએ સંયુક્તપણે એસટી/એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે મેમોરેન્ડમ સબમિટ કર્યું
સાંસદોએ સંયુક્તપણે એસટી/એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે મેમોરેન્ડમ સબમિટ કર્યું અને માંગણી કરી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન થવો જોઈએ. પીએમએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ અનામત દુર કરવામાં આવશે તેવો ખોટો ભ્રમ ફેલાવી રહી છે.
આ મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણય પર આજે રજૂઆત કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટતા કરી કે કેન્દ્ર કે રાજ્યની કોઇપણ સરકાર અનામત બાબતમાં કોઇ ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી નથી. સુપ્રીમ કોર્ટનું માત્ર આ સૂચન છે અને તેના અણલવારી કરવા અંગે કોઇ વિચારણા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અનામત દુર કરવામાં આવશે તેવો ખોટો ભ્રમ ફેલાવી રહી છે.
આ પણ વાંચો----સુપ્રીમ કોર્ટમાં CJI સહિત તમામ ન્યાયાધીશ આજે ફિલ્મ જોશે....
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી હતી
સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ આપેલા તેના ચુકાદામાં કહ્યું હતું કે, 'રાજ્યોને અનુસૂચિત જાતિમાં પેટા વર્ગીકરણ કરવાનો બંધારણીય અધિકાર છે, જેથી જે જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત છે તેમને અનામત મળી શકે.' આ દરમિયાન, SC એ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યોએ પછાતપણું અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વના 'માત્રાત્મક અને પ્રદર્શિત ડેટા'ના આધારે પેટા-વર્ગીકરણ કરવું પડશે, અને 'મરજી' અને 'રાજકીય લાભ'ના આધારે નહીં. .
સંજય સિંહે પણ સવાલો ઉઠાવ્યા હતા
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'એક વખત SC/ST માટે આરક્ષિત બેઠક પરથી ધારાસભ્ય સાંસદ બની જાય છે, તે ક્રીમી લેયર બની જશે અને ફરીથી તે બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહીં. સંસદ અને વિધાનસભામાં વંચિત સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ પણ ઘટશે.
આ પણ વાંચો----Excise Policy : 17 મહિના બાદ આખરે મનીષ સિસોદિયાને....