ખુદ ભાજપના ધારાસભ્યે AMCની ખોલી પોલ...!
- બાપુનગર ભાજપના ધારાસભ્યે એએમસીની ખોલી પોલ
- દિનેશ કુશવાહાએ સોશિયલ મીડિયાાં પોસ્ટ કરી રોષ ઠાલવ્યો
- એએમસી એ નિર્ધારિત સમય પહેલા કામ પુરૂ ન કર્યુ
- સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી લોકોની માફી માગી
- ત્રિકમલીલ ચોકઠાં- ગોમતીપુર ડ્રેનેજ પંપીંગનુ કામ પૂર્ણ નથી થયું
- જો આ કામ સમયસર પુરૂ થયુ હોત તો વિસ્તારમાં પાણી ન ભરાત
- ખુદ ધારાસભ્ય પણ એએમસીના કામથી અસંતુષ્ટ
AMC NEWS : અમદાવાદના પૂર્વ વિસ્તાર સરસપુર અને બાપુનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી અંગે ખુદ ભાજપના જ ધારાસભ્ય દિનેશ કુશવાહાએ અમદાવાદ મહાનગરપાલિકા (AMC NEWS)ની પોલ ખોલી છે. દિનેશ કુશવાહાએ કામ ના થયું હોવાનું સ્વીકારીને મહાનગરપાલિકાએ જો સમયસર કામ પુરુ કર્યું હોત તો વિસ્તારમાં પાણી ના ભરાત તેમ જણાવ્યું હતું અને લોકોની માફી માગી હતી.
અનરાધાર વરસાદથી સમગ્ર અમદાવાદ જળબંબોળ થઇ ગયું હતું
અમદાવાદમાં શનિવારે અને રવિવારે વરસેલા અનરાધાર વરસાદથી સમગ્ર અમદાવાદ જળબંબોળ થઇ ગયું હતું. હજું પણ ઘણા વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી. અનરાધાર વરસાદના પગલે સરસપુર અને બાપુનગર સહિતના અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. હજું પણ સરસપુરમાં ઘણા સ્થળોએ પાણી ઉતર્યા નથી.
ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી
અમરેલી ભાજપના નેતાએ પણ તંત્રના કાન આમળ્યા હતા
ઉલ્લેખનિય છે કે અવાર નવાર ટ્વીટ કરીને પ્રજાની સમસ્યા ઉઠાવતા અમરેલી (Amreli) જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ફરી એક ટ્વીટ કરીને નઘરોળ તંત્રનો કાન આમળ્યો છે. ગુજરાતમાં વરસેલા અતિ ભારે વરસાદમાં રાજ્યમાં ઠેર ઠેર રસ્તા તૂટ્યાં છે અને બ્રિજ ધરાશાયી થયા છે તથા બેદરકારીના કારણે પાણી ભરાયા છે તેને અનુલક્ષીને ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે માત્ર રસ્તા તૂટતાં નથી, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટ્યો છે.
આ પણ વાંચો---Dr. Bharat Kanabar : " જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતા થી અવાજ...."