BJP નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, સારવાર માટે ખસેડાયા
બીજેપી નેતા શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain)ને હાર્ટ એટેક આવ્યો છે. બપોરે લગભગ 4.30 વાગ્યે તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હોસ્પિટલમાં ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને તેઓ હાલ આઈસીયુમાં દાખલ છે....
બીજેપી નેતા શાહનવાઝ હુસૈન (Shahnawaz Hussain)ને હાર્ટ એટેક આવ્યો છે. બપોરે લગભગ 4.30 વાગ્યે તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી
હોસ્પિટલમાં ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને તેઓ હાલ આઈસીયુમાં દાખલ છે. મળતી માહિતી મુજબ શાહનવાઝની હાલત હવે સારી હોવાનું કહેવાય છે. મંગળવારે સાંજે 4.30 કલાકે તેમને લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ECG ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ગયા મહિને પણ તેમની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને એઈમ્સ, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના ડૉક્ટરોએ પછી તેમને વાયરલ ન્યુમોનિયા હોવાનું નિદાન કર્યું અને સારવાર બાદ આરામ કરવાની સલાહ આપી.
BJP leader Shahnawaz Hussain suffered cardiac arrest and was admitted to Lilavati Hospital in Mumbai, earlier this evening.
(file picture) pic.twitter.com/ZoJGezSIDw
— ANI (@ANI) September 26, 2023
Advertisement