Ahmedabad પોલીસના વલણની ભારે ટીકા, ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે
Ahmedabad: અમદાવાદ પોલીસને લઈને એક મહત્વની વિગતો સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો પોલીસ ચેમ્બરમાં એક નેતાનું બર્થ-ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે, અમદાવાદ પોલીસના વલણની ભારે ટીકાઓ પણ થઈ રહીં છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ACP કચેરીમાં ભાજપ નેતાએ બર્થ-ડે ઉજવ્યો છે અને ખુદ પોલીસ અધિકારીઓ પણ આ બર્થ-ડેની ઉજવણીમાં જોડાયા હતા.
પોલીસ ચેમ્બરમાં નેતાનું બર્થ-ડે સેલિબ્રેશન?
નોંધનીય છે કે, પોલીસ ચેમ્બરમાં નેતાનું બર્થ-ડે સેલિબ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે પોલીસ કચેરીમાં કેક કાપી પોતાના બર્થ-ડે ની ઉજવણી કરી છે. એટલું જ નહીં પરંતુ ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, DCP સહિત અનેક PI સેલિબ્રેશનમાં પણ હાજર રહ્યાં હતા. અત્યારે અમદાવાદ પોલીસની ભારે ટીકાઓ થઈ રહીં છે.
નેતાના બર્થ-ડેમાં પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ
મળતી વિગતે IPS કાનન દેસાઈએ ACP કચેરીમાં નેતાના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. મહત્વની વાત એ છે કે, તાબા હેઠળના તમામ PIને ફરજીયાત હાજર રખાયા હતા. શરમજનક વાત એ છે કે, નેતાના બર્થ-ડેમાં પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ નું સોન્ગ. અત્યારે આ બર્થ-ડે સેલિબ્રેશનનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેથી વીડિયો વાયરલ થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. આખરે પોલીસ સ્ટેશનમાં નેતાનો જન્મ દિવસ કેમ ઉજવાયો?