Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP vs INDIA : વિપક્ષી ગઠબંધનને યુપીએ કહેવું પડશે,INDIA નહીં, ચુકાદા બાદ નાણામંત્રીનો હુમલો

અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ ભાજપ (BJP,) હવે વિપક્ષી ગઠબંધનનું નામ INDIAને બદલે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) રાખશે. પાર્ટી નેતૃત્વએ સોમવારે પાર્ટીના પ્રવક્તા અને વરિષ્ઠ નેતાઓને INDIAને બદલે યુપીએ શબ્દનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. પાર્ટીનું માનવું છે કે વિપક્ષી ગઠબંધનને INDIA...
bjp vs india   વિપક્ષી ગઠબંધનને યુપીએ કહેવું પડશે india નહીં  ચુકાદા બાદ નાણામંત્રીનો હુમલો
અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ
ભાજપ (BJP,) હવે વિપક્ષી ગઠબંધનનું નામ INDIAને બદલે યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) રાખશે. પાર્ટી નેતૃત્વએ સોમવારે પાર્ટીના પ્રવક્તા અને વરિષ્ઠ નેતાઓને INDIAને બદલે યુપીએ શબ્દનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. પાર્ટીનું માનવું છે કે વિપક્ષી ગઠબંધનને INDIA નામ આપવાની આ રણનીતિ છે. વિપક્ષી ગઠબંધનના નવા નામની મદદથી વિપક્ષ યુપીએ વિરુદ્ધ સર્જાયેલી નકારાત્મક ધારણાને દૂર કરવા માંગે છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે વિપક્ષની રણનીતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ભવિષ્યમાં ભાજપના પ્રવક્તા અથવા પાર્ટીના અન્ય નેતાઓ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતી વખતે INDIAને બદલે યુપીએના નામનો ઉપયોગ કરશે. પાર્ટીની વ્યૂહરચના એ છે કે મતદારોમાં યુપીએ વિરુદ્ધ રચાયેલી નકારાત્મક ધારણાને દૂર ન થવા દેવી.
નિર્મલા સીતારમણે કર્યો અમલ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અસરના નિર્દેશ જારી કર્યા પછી પ્રથમ વખત મીડિયાને સંબોધિત કર્યું. તેમણે મણિપુર પ્રવાસ પર વિપક્ષી ગઠબંધન પર પ્રહારો કર્યા, પરંતુ દરેક વખતે આ ગઠબંધનને INDIAના બદલે યુપીએના નામથી સંબોધ્યા. વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતી વખતે નાણામંત્રીએ આઠ વખત INDIAને બદલે યુપીએના નામનો ઉપયોગ કર્યો હતો.
આ માટે કર્યું નક્કી
વાસ્તવમાં, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘણી યોજનાઓ અને અભિયાનોના નામમાં INDIAનો સમાવેશ થાય છે. આમાં ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા જેવી ઘણી યોજનાઓ અને ઝુંબેશનો સમાવેશ થાય છે. ભાજપ અને મોદી સરકારને લાગે છે કે વિપક્ષી ગઠબંધન INDIA પરના હુમલાથી આ યોજનાઓ અને અભિયાનોના પ્રચાર પર નકારાત્મક અસર પડશે. પાર્ટીનું માનવું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનનું નામ જાણી જોઈને INDIA રાખવામાં આવ્યું છે, જેથી યુપીએ પ્રત્યે સામાન્ય લોકોમાં સર્જાયેલી નકારાત્મકતા દૂર કરી શકાય. આ જ કારણ છે કે પાર્ટીએ વિપક્ષ પર પ્રહાર કરવા માટે INDIAને બદલે યુપીએ શબ્દનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
Advertisement
Tags :
Advertisement

.