Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NIDJAM Success : વ્યાજે પૈસા લઇ આવેલા અનંત કુમારે સિલ્વર મેડલ જીત્યો

NIDJAM Success : જ્યાં સુધી મેદાનમાં જઈને પરસેવો નહીં પાડો ત્યાં સુધી તમે મેડલ નહીં જીતી શકો..વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા આ વાક્ય કહેતા આવ્યા છે આ જ સૂત્રને આજે બિહારરાજ્યના ગયા જિલ્લાના અનંતકુમારે સાર્થક કરીને બતાવ્યું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી...
03:34 PM Feb 17, 2024 IST | Vipul Pandya
NIDJAM SUCCESS

NIDJAM Success : જ્યાં સુધી મેદાનમાં જઈને પરસેવો નહીં પાડો ત્યાં સુધી તમે મેડલ નહીં જીતી શકો..વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા આ વાક્ય કહેતા આવ્યા છે આ જ સૂત્રને આજે બિહારરાજ્યના ગયા જિલ્લાના અનંતકુમારે સાર્થક કરીને બતાવ્યું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન પર આયોજીત NIDJAM 2024માં બિહારના અનંત કુમારે સિલ્વર મેડલ મેળવી ઇચતિહાસ રચ્યો છે.

ઇવેન્ટ માં 616 જિલ્લાના 5500 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો

આ વર્ષે ગુજરાત NIDJAM 2024 નું આયોજન કરી રહ્યું છે. આ ઇવેન્ટ માં 616 જિલ્લાના 5500 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ઇવેન્ટમાં બિહારથી આવેલા અનંત કુમારે ટ્રાયથ્લોન રમતમાં ભાગ લીધો હતો. અનંત કુમારે ફકત ભાગ લઈને નહિ પણ તેમણે આ રમતમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો છે .

મુશ્કેલીઓ વચ્ચે અનંત કુમારે સિલ્વર મેડલ જીત્યો

આ રમતની તૈયારી તેઓ 2022 થી કરી રહ્યા છે અને તેઓ જે જિલ્લા માંથી આવે છે ત્યાં કોઈ રમતગમત ના મેદાન ઉપલબ્ધ નથી પણ આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ અને તેમની સાથે ગામના 10-12 રમતવીરો પોતાની મહેનત થી જાતે જ મેદાન બનાવીને તેઓ જાતે જ પ્રેક્ટિસ કરે છે. તેમની સાથે તેમના કોચ જેઓ 2016 થી આ રમત માં છે તેઓ આ બધા રમતવીરોને તૈયારી કરવામાં મદદ કરે છે.

બિહારથી ગુજરાત આવવા પૈસા પણ ન હતા.

આ વખતે આ ઇવેન્ટમાં આવવા માટે પણ અનંતને તેના કોચ પ્રદીપ કુમારે જ પ્રોત્સહિત કર્યા હતા. અને આ રમત માટે બિહાર થી ગુજરાત આવવા માટે તેમની પાસે પૈસાની સુવિધા પણ ના હતી તેથી તેમના પિતા જે ખેતી કરે છે. તેમણે વ્યાજે પૈસા લઈને તેમને અહિં ગુજરત માં આયોજિત NIDJAM 2024 ઇવેન્ટમાં રમત માટે મોકલ્યા હતા. તેમના પિતા ની મહેનત જોઈને અને તેમના ઉત્સાહ ના કારણે જ આજે અનંત કુમારે સિલ્વર મેડલ મેળવ્યો છે

અગાઉ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ વર્ષે અનંત કુમાર નો આ બીજો મેડલ છે. આજે NIDJAM 2024 માં સિલ્વર મેડલ મેળવ્યા પહેલા પણ તેમણે સ્કુલ ગેમ નેશનલ માં u-14 માં ભાગ લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આવા ખેલાડીઓનો પુરુષાર્થ સાર્થક

NIDJAM 2024 એક એવી ગેમ છે જે દેશના ખુણે ખુણે રહેલી પ્રતિભાઓને યોગ્ય મંચ પુરુ પાડે છે અને અનંત કુમાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. અનંત કુમાર જેના એવા ઘણા ખેલાડીઓ છે જે ઘણી મુશ્કેલીઓ વચ્ચે પોતાની રમતની તૈયારી કરે છે અને NIDJAM 2024 જેવી ઇલેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે છે. આવા ખેલાડીઓનો પુરુષાર્થ સાર્થક થાય છે.

અહેવાલ---મૈત્રી મકવાણા, અમદાવાદ

આ પણ વાંચો----NIDJAM 2024 : આજથી અમદાવાદમાં ઐતિહાસીક NIDJAM 2024 નો પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAnant KumarBIHAR PLAYERGujaratGujarat FirstNIDJAM 2024NIDJAM SuccessSilver Medal
Next Article