Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar ને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે, કેન્દ્રએ સંસદમાં જણાવ્યું આ કારણ...

બિહાર (Bihar)ને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો આપવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે. આ અંગે સોમવારે મોનસૂન સત્ર દરમિયાન JDU સાંસદ રામપ્રીત મંડલે સરકાર પર સવાલ ઉઠાવ્યા, જેના પર નાણા રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે બિહાર (Bihar) વિશેષ દરજ્જાના માપદંડમાં ફિટ...
bihar ને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે  કેન્દ્રએ સંસદમાં જણાવ્યું આ કારણ

બિહાર (Bihar)ને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો આપવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે. આ અંગે સોમવારે મોનસૂન સત્ર દરમિયાન JDU સાંસદ રામપ્રીત મંડલે સરકાર પર સવાલ ઉઠાવ્યા, જેના પર નાણા રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે બિહાર (Bihar) વિશેષ દરજ્જાના માપદંડમાં ફિટ નથી. બિહાર (Bihar)ના CM નીતિશ કુમાર માટે આને મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે. સંસદના બંને ગૃહોમાં બિહાર (Bihar)ને વિશેષ દરજ્જો આપવાના મુદ્દા વચ્ચે, સરકારે સોમવારે 2012 માં તૈયાર કરાયેલા આંતર-મંત્રાલય જૂથના અહેવાલને ટાંકીને કહ્યું કે, બિહાર (Bihar)ને વિશેષ દરજ્જો આપવાનો કોઈ કેસ નથી.

Advertisement

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠી...

સંસદના ચોમાસું સત્રના પ્રથમ લોકસભામાં આ મુદ્દો એક પ્રશ્ન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝાએ બિહાર (Bihar)ને વિશેષ રાજ્યનો દરજ્જો અને વિશેષ પેકેજ બંને આપવાની માંગ ઉઠાવી હતી.

Advertisement

સર્વપક્ષીય બેઠકમ અપન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો...

આ પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં ભારતીય જનતા દળ (BJP)ના સહયોગી સહિત બિહાર (Bihar)ના કેટલાક પક્ષોએ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી, લોકસભામાં જનતા દળ (યુ)ના સભ્ય રામપ્રીત મંડલે પૂછ્યું હતું કે, શું સરકાર આર્થિક વિકાસ અને ઔદ્યોગિકકીકરણને પ્રોત્સાહન આપવા માટે બિહાર (Bihar) રાજ્ય અને અન્ય અત્યંત પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવાનો પ્રસ્તાવ ધરાવે છે.

નાણા રાજ્ય મંત્રીએ આ જવાબ આપ્યો...

આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, ભૂતકાળમાં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC)એ કેટલાક રાજ્યોને વિશેષ શ્રેણીનો દરજ્જો આપે છે. મંત્રીએ કહ્યું કે આ રાજ્યોમાં કેટલીક વિશેષતાઓ છે જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે આમાં પર્વતીય અને દુર્ગમ પ્રદેશ, ઓછી વસ્તીની ગીચતા અથવા આદિવાસી વસ્તીનો મોટો હિસ્સો, પડોશી દેશો સાથેની સરહદો પર વ્યૂહાત્મક સ્થાન, આર્થિક અને માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ પછાતપણું અને રાજ્યના નાણાંની બિનઆર્થિક પ્રકૃતિનો સમાવેશ થાય છે.

Advertisement

2012 ના અહેવાલને ટાંક્યો...

તેમણે કહ્યું, 'અગાઉ, ખાસ કેટેગરીના દરજ્જાની બિહાર (Bihar)ની વિનંતી પર ઇન્ટર-મિનિસ્ટરિયલ ગ્રૂપ (IMG) દ્વારા વિચારણા કરવામાં આવી હતી, જેણે 30 માર્ચ, 2012ના રોજ પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. IMG એ તારણ કાઢ્યું હતું કે NDCના હાલના માપદંડોના આધારે, બિહાર (Bihar) માટે વિશેષ શ્રેણીના દરજ્જા માટે કોઈ કેસ નથી. વર્ષ 2012માં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી.

એનડીએના સાથી પક્ષો પણ આ માંગ કરી રહ્યા છે...

રવિવારે સર્વપક્ષીય બેઠકમાં, JD(U) નેતા સંજય કુમાર ઝાએ તેમની પાર્ટીની વિશેષ દરજ્જાની માંગને પુનરાવર્તિત કરી હતી. સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં ભાજપના સહયોગી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ બેઠકમાં આ માંગણી ઉઠાવી હતી. નોંધનીય છે કે જેડી(યુ)એ કેન્દ્ર સરકારને સંકેત આપ્યો છે કે જો રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો ન આપી શકાય તો તે વિશેષ આર્થિક પેકેજ પર સંમત થઈ શકે છે. બીજુ જનતા દળ (BJD) અને YSR કોંગ્રેસ પાર્ટીએ પણ ગઈકાલે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં અનુક્રમે ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે સમાન માંગણીઓ ઉઠાવી હતી. સરકારે પહેલા જ કહ્યું છે કે 14મા નાણાપંચના રિપોર્ટમાં અન્ય કોઈપણ રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાની શક્યતાને નકારી કાઢવામાં આવી છે.

આ પણ વાંચો : કાવડ યાત્રા રૂટમાં દુકાનો પર 'નેમ-પ્લેટ' લગાવવાની જરૂર નથી... SC એ વચગાળાનો સ્ટે મુક્યો

આ પણ વાંચો : Parliament Session 2024 : નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે રિપોર્ટ, 2025માં પણ મજબૂત વૃદ્ધિનો અંદાજ

આ પણ વાંચો : 'દેશને નકારાત્મકતાની જરૂર નથી...' PM મોદીની બજેટ પહેલા વિપક્ષને અપીલ

Tags :
Advertisement

.