Bihar Shocking News: આને જનેતા કહેવી કે શૈતાન! એક સોગંધ માટે પોતાની જ દીકરીની ચડાવી બલી
Bihar Shocking News: દેશમાં અત્યારે ચોંકાવનારી ઘટનાઓ ઘણી બની રહીં છે. બિહાર (Bihar)માં પણ સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે બિહાર(Bihar)ના પૂર્ણિયા જિલ્લામાંથી એક બાળકીની લાશ મળી આવી હતીં. આ હત્યા પાછળનું રહસ્ય પોલીસે શોધી લીધું છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, આ બાળકીની હત્યા કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, તેની માતાએ જ તેની હત્યા કરી હતી. નોંધનીય છે કે, હત્યારી માતાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની સાથે હત્યામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે.
બીજી દીકરીને મારવા માટે હુમલો કર્યો હતો પરંતુ...
આ ઘટનાની વિગતે વાત કરીએ તો બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા બરહરા કોઠીમાં ઘટી હતી. અહીં એક જનેતાએ કોઈ સોગંધ પૂરી કરવા માટે પોતાની 8 વર્ષની દીકરીની ધારદાર હથિયારથી ગળું કાપીની બલી આપી દીધી હતીં. ત્યાર બાદ દીકરીના લાશને ખેતરમાં ફેકી દીધી હતીં. એટલું જ નહીં પરંતુ બીજી દીકરીને મારવા માટે હુમલો કર્યો હતો પરંતુ તે દીકરી જીવ બચાવીને ભાગી ગઈ અને બચી ગઈ હતી. આ મામલે વિગતો પોલીસ અધિકારીએ આપી હતીં.
આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલ પણ લીધો
તમને જણાવી દઈએ કે, મહિલાનું નામ પિંકી દેવીનો પોતાના પરિવાર સાથે કોઈ ઘરેલું ઝઘડો ચાલી રહ્યો હતો. આવા સામાન્ય ઝઘડાને લઈને પિંકી દેવીએ પોતાના ઘરે મંદિરમાં કોઈ સોગંધ ખાધી હતી. નોંધનીય છે કે, પિંકી દેવીએ તે સોગંધ પૂરી કરવા માટે પોતાની સગી દીકરીની હત્યા કરી નાખી હતીં. એટલું જ નહીં પરંતુ આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલ પણ લીધો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મહિલા તેની પ્રથમ પુત્રીને પણ મારવા માંગતી હતી પરંતુ તે કોઈક રીતે પોતાનો જીવ બચાવવા ભાગી ગઈ હતી. બીજી દીકરી માતાની ચુંગાલમાં ફસાઈ રહી. માતાએ ધારદાર છરી વડે તેનું ગળું કાપીને તેનું બલી આપી હતી.આ ઘટના 30મી માર્ચે મોડી રાત્રે બની હતી. પોલીસે હવે આ વાતનો ખુલાસો કર્યો છે.
પોલીસે આ કેસનો પર્દાફાશ કરીને માતાની ધરપકડ કરી
મળતી વિગતો પ્રમાણે માતા પિંકી દેવીની પોતાની બન્ને દીકરીઓને મારવા માંગતી હતી પરંતુ એક દીકરી જીવ બચાવીને ભાગી ગઈ હતી. હત્યા બાદ માતા પિંકીએ પુત્રીની લાશને મકાઈના ખેતરમાં ફેંકી દીધી હતી. યુવતીની હત્યાની આ ઘટના પોલીસ માટે કોયડો બની રહી હતી. પોલીસે આ કેસનો પર્દાફાશ કરીને હત્યા કરનાર માતાની ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલ બોક્સ અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. પિંકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.