Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lokmanya Tilak Special Train : બિહારના દાનાપુરમાં સ્પેશિયલ ટ્રેનના AC ડબ્બામાં લાગી આગ

Lokmanya Tilak Special Train : બિહારથી અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારના દાનાપુરમાં સ્પેશિયલ લોકમાન્ય તિલક સ્ટેશિયલ 01410 ટ્રેનના એક ડબ્બામાં આગ હતી. આ ઘટના અરાહના કરિસાથ હોલ્ટ ખાતે બની હતી. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી...
lokmanya tilak special train   બિહારના દાનાપુરમાં સ્પેશિયલ ટ્રેનના ac ડબ્બામાં લાગી આગ

Lokmanya Tilak Special Train : બિહારથી અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારના દાનાપુરમાં સ્પેશિયલ લોકમાન્ય તિલક સ્ટેશિયલ 01410 ટ્રેનના એક ડબ્બામાં આગ હતી. આ ઘટના અરાહના કરિસાથ હોલ્ટ ખાતે બની હતી. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી, તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાને પગલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

Advertisement

રેલવે સ્ટેશનથી પર ટ્રેનોનું સંચાલન ખોરવાઈ

સૂત્રો પ્રમાણે મળતી રેલ્વે દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે. આ નંબર એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે, જેથી આ ઘટના અંગે જાણકારી મેળવી શકાય. દાનાપુર હેલ્પલાઇન નંબર છે-06115232401, અરાહ હેલ્પલાઇન નંબર છે-9341505981 અને બક્સર હેલ્પલાઇન નંબર છે-9341505972. મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ અરાહ રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે. જેના કારણે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શોર્ટ સર્કિટના કારણે એસી ડબ્બામાં આગ

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે થોડી વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હોળી-ધૂળેટીને લઈને દાનાપુરથી મુંબઈ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે એસી ડબ્બામાં આગ લાગી હતીં. આ ઘટના અંગેની માહિતી તાત્કાલિક રેલવે વિભાગને આપવામાં આવી હતી. નોંધનીય છે કે, સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. દુર્ઘટનાને કારણે ડાઉન લાઇન પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જો કે, બાદમાં રેલ્વે પ્રશાસને બધું સામાન્ય થવાનું શરૂ કર્યું.

Advertisement

આ પણ વાંચો: NRI Voting Rights : શું NRI લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે છે?, જાણો ભારતનું બંધારણ શું કહે છે…

આ પણ વાંચો: Madhya Pradesh : જેલમાં કામ શિખ્યો અને છૂટ્યાં બાદ ધંધો શરૂ કર્યો તો પોલીસે ઝડપી લીધો, જાણો કેમ?

આ પણ વાંચો: Bengaluru Water Crisis : પીવાના ફાંફા છે ત્યાં લોકો કહી રહ્યાં છે પાણીનો બગાડ, થયો એક લાખનો દંડ

Tags :
Advertisement

.