Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : નીતિશનું 'લઘુમતી' કાર્ડ, લોન યોજના શરૂ, નવા ઉદ્યોગ માટે 10 લાખ રૂપિયા અપાવામાં આવશે...

બિહાર સરકારે સોમવારે લઘુમતી યુવાનો માટે 'મુખ્યમંત્રી લઘુમતી આંત્રપ્રિન્યોર સ્કીમ'ને મંજૂરી આપી છે. આ યોજનાને લીલી ઝંડી આપવાનો નિર્ણય સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાજ્યના ઉદ્યોગ વિભાગે કેબિનેટ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો....
bihar   નીતિશનું  લઘુમતી  કાર્ડ  લોન યોજના શરૂ  નવા ઉદ્યોગ માટે 10 લાખ રૂપિયા અપાવામાં આવશે

બિહાર સરકારે સોમવારે લઘુમતી યુવાનો માટે 'મુખ્યમંત્રી લઘુમતી આંત્રપ્રિન્યોર સ્કીમ'ને મંજૂરી આપી છે. આ યોજનાને લીલી ઝંડી આપવાનો નિર્ણય સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાજ્યના ઉદ્યોગ વિભાગે કેબિનેટ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ યોજના હેઠળ, બેરોજગાર લઘુમતી મહિલા અથવા પુરુષને નવો ઉદ્યોગ સ્થાપવા માટે 10 લાખ રૂપિયાની રકમ મળશે.

Advertisement

યોજના શા માટે લાગુ કરવામાં આવી?

અધિક મુખ્ય સચિવ એસ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને બેરોજગાર લઘુમતી મહિલાઓ અથવા પુરુષોમાં રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે કેબિનેટે મુખ્યમંત્રી લઘુમતી ઉદ્યોગ સાહસિક યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. લઘુમતી સમુદાયના બેરોજગાર યુવાનો માટેની આ MAUY યોજના હાલની મુખ્યમંત્રી SC-ST-EBC યોજના, મુખ્યમંત્રી મહિલા ઉદ્યામી યોજના અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજનાની લગભગ સમાન પેટર્ન પર લાગુ કરવામાં આવશે.

યોજનામાં શું છે?

એસ સિદ્ધાર્થે કહ્યું કે, આ યોજના હેઠળ બિહાર સરકાર બેરોજગાર લઘુમતી મહિલા અથવા પુરુષને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાની રકમ આપશે. 10 લાખમાંથી 5 લાખ રૂપિયા સબસિડી અને બાકીના 5 લાખ રૂપિયા લોનના રૂપમાં હશે. તે હપ્તામાં પરત કરવાની રહેશે.

Advertisement

બિનેટની બેઠકમાં પણ આ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી

IGIMS પટનામાં મફત સારવાર: કેબિનેટે બિહારની અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાંની એક, ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (IGIMS, પટના)માં તબીબી પરીક્ષણો અને સારવાર મફત કરવાનો નિર્ણય લીધો છે. હવેથી હોસ્પિટલમાં દર્દીઓ માટે રજીસ્ટ્રેશન અને બેડ ફી સિવાય બીજું બધું જ ફ્રી રહેશે.

બિહારમાં 28 ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 12 ટ્રાફિક પોલીસ સ્ટેશન છે. જેમાંથી 2 લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં 23 ટ્રાફિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે નાના શહેરોમાં 5 સ્ટેશન બનાવવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : MP Election : ભાજપે 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા, જાણો સમગ્ર રાજકીય રંગ વિશે…

Tags :
Advertisement

.