Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : અચાનક PM મોદીનો હાથ પકડી આંગળીઓ ચેક કરવા લાગ્યા નીતિશ કુમાર, જાણો શા માટે...

બુધવારે PM નરેન્દ્ર મોદીએ બિહાર (Bihar)ના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં PM મોદીએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના વિનાશને યાદ કરિબે કહ્યું કે, જ્વાળાઓ પુસ્તકોને બાળી શકે છે પરંતુ જ્ઞાનને નહીં. આ પ્રસંગે બિહાર (Bihar)ના CM નીતિશ કુમાર...
bihar   અચાનક pm મોદીનો હાથ પકડી આંગળીઓ ચેક કરવા લાગ્યા નીતિશ કુમાર  જાણો શા માટે

બુધવારે PM નરેન્દ્ર મોદીએ બિહાર (Bihar)ના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં PM મોદીએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના વિનાશને યાદ કરિબે કહ્યું કે, જ્વાળાઓ પુસ્તકોને બાળી શકે છે પરંતુ જ્ઞાનને નહીં. આ પ્રસંગે બિહાર (Bihar)ના CM નીતિશ કુમાર પર PM મોદી સાથે હતા. PM મોદી જ્યારે નીતિશ કુમારની પાસે બેઠા હતા ત્યારે અચાનક નીતીશે તેમનો હાથ પકડીને આંગળી તપાસવાનું શરૂ કર્યું. હવે આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

નીતીશે આવું કેમ કર્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકીએ છીએ કે PM નરેન્દ્ર મોદી અને બિહાર (Bihar)ના CM નીતિશ કુમાર નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન સમયે સાથે બેઠા છે. આ દરમિયાન નીતિશ કુમારે અચાનક PM મોદીનો હાથ પકડીને તેમની આંગળી તપાસી. આ પછી નીતિશ પણ પોતાની આંગળીઓ બતાવે છે. મળતી જાણકારી મુજબમ નીતિશ કુમારે PM મોદીની આંગળી પર ચૂંટણી શાહીનું નિશાન ચેક કર્યું હતું.

Advertisement

PM મોદી વિશે નીતીશે શું કહ્યું?

ઉદ્ઘાટન પ્રસંગે બિહાર (Bihar)ના CM નીતિશ કુમારે મંચ પરથી આવી વાત કહી, જેને સાંભળીને PM નરેન્દ્ર મોદી હસવાનું રોકી શક્યા નહીં. નીતીશે કહ્યું કે થોડા દિવસ પહેલા જ્યારે સમાચાર આવ્યા કે તમે ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છો તો અમને ખૂબ આનંદ થયો. આ પછી તેમણે હસીને કહ્યું કે તમે અહીં ત્રીજી વખત આવ્યા છો. અને તમે ફરીથી PM બની રહ્યા છો એનો મને આનંદ છે. નીતીશે ત્રીજી વખત PM મોદીનો ઉલ્લેખ કરતા જ PM મોદી હસવાનું રોકી શક્ય નહીં.

નાલંદા માત્ર એક નામ નથી - PM મોદી

ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ કહ્યું કે, નાલંદા માત્ર ભારતના ભૂતકાળનું પુનરુજ્જીવન નથી, તેની સાથે વિશ્વ અને એશિયાના ઘણા દેશોનો વારસો જોડાયેલો છે. PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણમાં ભાગ લેવા બદલ ભારતના મિત્ર દેશોને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ કહ્યું, "નાલંદા માત્ર એક નામ નથી. નાલંદા એક ઓળખ છે, એક સન્માન છે. નાલંદા એક મૂલ્ય છે, એક મંત્ર છે, એક ગૌરવ છે, એક વાર્તા છે. નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો જ્વાળાઓમાં બળી શકે છે. પરંતુ જાઓ જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી.

Advertisement

આ પણ વાંચો : Jammu and Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર…

આ પણ વાંચો : UP ના આ જિલ્લામાં ત્રણ દિવસમાં 40 થી વધુ લોકોના મોત, જાણો UP સરકારે શું કહ્યું…

આ પણ વાંચો : કેજરીવાલને ફરી ઝટકો, કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી

Tags :
Advertisement

.