લોરેન્સની ધમકી બાદ Pappu Yadav નો ગૃહ મંત્રાલયને પત્ર
- બિહારના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
- પપ્પુ યાદવે આ અંગે બિહાર પોલીસને અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો
- જો સુરક્ષા નહીં વધારવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે
Pappu Yadav : બિહારના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ ( Pappu Yadav)ને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પપ્પુ યાદવે આ અંગે બિહાર પોલીસને ફરિયાદ કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ ઘટનાની જાણકારી આપી છે. પપ્પુએ ગૃહ મંત્રાલય પાસે 'Z' શ્રેણીની સુરક્ષાની માંગણી કરી છે. પપ્પુએ કહ્યું કે અત્યારે મને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. પરંતુ સતત ધમકીઓને કારણે જીવ જોખમમાં છે. જો સુરક્ષા નહીં વધારવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે.
ભાઈ સાથે વાત કરો
ઉલ્લેખનિય છે કે સવારે સમાચાર આવ્યા હતા કે લોરેન્સ બિશ્નોઈના ગુંડાએ પપ્પુ યાદવને ધમકાવ્યો અને કહ્યું કે તેણે તને પ્રેમથી સલાહ આપી છે કે ભાઈ સાથે વાત કરો. ભાઈએ તમને જેલનું જામર બંધ કરાવ્યું અને તમને ફોન કર્યો અને તમે ફોન ઉપાડ્યો નહીં. હવે તમે ફરીથી એ જ હરકત કરી છે. સારું સમાધાન થઈ રહ્યું હતું પણ તેમ છતાં તમારો ઘમંડ ખતમ થતો નહોતો.
આ પણ વાંચો-----પપ્પુ યાદવની 3 કલાકમાં થઇ જશે હત્યા? લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકી મળી અને...
જો મારી હત્યા થશે તો સરકાર જવાબદાર
પપ્પુ યાદવે કહ્યું, મને લોરેન્સ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે અને જો મારી હત્યા થશે તો સરકાર જવાબદાર હશે. પપ્પુએ દરેક જિલ્લામાં પોતાના માટે પોલીસ એસ્કોર્ટ અને સ્થળ પર કડક સુરક્ષાની પણ માંગ કરી છે.
અનેક વખત જાતિવાદી ગુનેગારોએ ઘાતક હુમલા કર્યા છે
પપ્પુએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશમાં સતત ઘટનાઓને અંજામ આપી રહી છે. એક રાજકીય વ્યક્તિ હોવાને કારણે મેં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વિરોધ કર્યો હતો, જેના કારણે ગેંગના વડાએ મારા મોબાઈલ પર મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પરંતુ સરકાર સુરક્ષા પ્રત્યે નિષ્ક્રિય દેખાઈ રહી છે. લાગે છે કે મારી હત્યા બાદ જ લોકસભા અને વિધાનસભા શોક વ્યક્ત કરવા સક્રિય થશે. પપ્પુએ પત્રમાં એમ પણ જણાવ્યું કે આ પહેલા પણ મારા પર અને મારા પરિવારના સભ્યો પર હુમલો થયો હતો. નેપાળના માઓવાદી સંગઠન સહિત અનેક વખત જાતિવાદી ગુનેગારોએ ઘાતક હુમલા કર્યા છે. ભગવાનની કૃપાથી હું બચી ગયો.
સલમાન મુદ્દાથી દૂર રહેવાની સૂચના
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું કે તેમને એક કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુદ્દાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ મામલે પપ્પુ યાદવે બિહારના ડીજીપીને ફરિયાદ કરી છે. પપ્પુ યાદવના જણાવ્યા અનુસાર, ધમકી આપનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વાતચીત થઈ રહી નથી. ફોન કરનારાઓના જણાવ્યા મુજબ, લોરેન્સ બિશ્નોઈ જેલના જામરને એક કલાક માટે બંધ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર કરી રહ્યો છે પરંતુ પપ્પુ યાદવનો સંપર્ક થઈ શક્યો નથી.
આ પણ વાંચો--સલમાન ખાન પછી હવે પપ્પુ યાદવને ધમકી!