Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar : CM નીતિશ કુમારની કારનું ચલાન જારી, સુશાસન બાબુએ પોતે જ તોડ્યો નિયમ

Bihar માં CM નીતીશ કુમારના કારનું ચલાન નીકળ્યું પ્રદૂષણ પ્રમાણપત્રના અભાવે નીકળ્યું ચલાન CM નીતિશ પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાનો આરોપ બિહાર (Bihar)ના CM નીતિશ કુમાર દ્વારા ચલાવવામાં આવેલું સરકારી વાહન પ્રદૂષણમાં નિષ્ફળ ગયું છે. CM ની કારનો...
bihar   cm નીતિશ કુમારની કારનું ચલાન જારી  સુશાસન બાબુએ પોતે જ તોડ્યો નિયમ
Advertisement
  1. Bihar માં CM નીતીશ કુમારના કારનું ચલાન નીકળ્યું
  2. પ્રદૂષણ પ્રમાણપત્રના અભાવે નીકળ્યું ચલાન
  3. CM નીતિશ પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાનો આરોપ

બિહાર (Bihar)ના CM નીતિશ કુમાર દ્વારા ચલાવવામાં આવેલું સરકારી વાહન પ્રદૂષણમાં નિષ્ફળ ગયું છે. CM ની કારનો નંબર BR01CL...... છે, જેનું પ્રદૂષણ પ્રમાણપત્ર 3 ઓગસ્ટ, 2024 ના રોજ સમાપ્ત થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસે CM નીતિશ કુમારના સત્તાવાર વાહનનું પણ ચલાન જારી કર્યું છે. આ ચલાન 23 ફેબ્રુઆરી 2024 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. જોકે સીટ બેલ્ટ ન બાંધવાને કારણે આ ચલાન નીકળ્યું હતું. અલબત્ત, આ બાબત ફેબ્રુઆરી મહિનાની છે પરંતુ અમારા ધ્યાન પર હમણાં જ આવી છે.

પ્રદૂષણ પ્રમાણપત્રના અભાવે હજુ સુધી ચલાન જારી કરવામાં આવ્યું નથી...

મળતી માહિતી મુજબ, પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોવાના કારણે હજુ સુધી ચલાન જારી કરવામાં આવ્યું નથી. ઓનલાઈન તપાસ કરવા પર, પ્રદૂષણ પ્રમાણપત્ર 3 ઓગસ્ટ 2024 ના રોજ સમાપ્ત થઈ ગયું હતું. ત્યારપછી તેનું ફરીથી નવીકરણ કરવામાં આવ્યું નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Indian Railway : Train Accident પર કટાક્ષ કરવો લોક ગાયિકાને ભારે પડ્યો, લોકોએ કર્યા હાલ બેહાલ

CM ની કારનું ચલાન જારી...

ટ્રાફિક વિભાગ દ્વારા જારી કરાયેલા ચલાન મુજબ સીટ બેલ્ટ ન પહેરવા બદલ 1000 રૂપિયાનું ચલાન આપવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, તેના ચલાનની રકમ પણ જમા કરવામાં આવી નથી. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે કારમાં બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઈન જારી કરાયેલા ચલાનમાં CM ની કારનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહિલાને જે સાપ કરડ્યો તેને મહિલા સાથે લઈ હોસ્પિટલ પહોંચ્યા પરિજનો

CM નીતિશ પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાનો આરોપ...

આરોપ છે કે, CM નીતિશ કુમાર ટ્રાફિક નિયમોનું પાલન નથી કરી રહ્યા. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, રાજ્યના વડા નીતીશ કુમાર પોતે નિયમોનું પાલન નથી કરી રહ્યા. તમને જણાવી દઈએ કે, નીતિશ કુમાર રોહતાસ જિલ્લાના કારઘર બ્લોકના કોસાહી બેતિયા પહોંચ્યા હતા. તે ડીએમ દિનેશ કુમાર રાયના પિતાની પુણ્યતિથિમાં ભાગ લેવા ગયા હતા. તપાસમાં બહાર આવ્યું કે CM ની કારનું પોલ્યુશન સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હતું.

આ પણ વાંચો : Maharashtra Election: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની સામે EC એ દાખલ કરી FIR

Tags :
Advertisement

.

×