ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan ના બલૂચિસ્તાનમાં મોટી દુર્ઘટના, 28 ના મોત, 20 થી વધુ ઘાયલ...

પાકિસ્તાન (Pakistan)ના બલૂચિસ્તાન પ્રાંતમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક હાઈસ્પીડ પેસેન્જર બસ પલટી ખાઈને કોતરમાં પડી જવાથી બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બસ તુર્બતથી બલુચિસ્તાન પ્રાંતની...
04:20 PM May 29, 2024 IST | Dhruv Parmar

પાકિસ્તાન (Pakistan)ના બલૂચિસ્તાન પ્રાંતમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક હાઈસ્પીડ પેસેન્જર બસ પલટી ખાઈને કોતરમાં પડી જવાથી બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બસ તુર્બતથી બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા જઈ રહી હતી. બસ ક્વેટાથી લગભગ 700 કિમી દૂર વાશુક નગર પાસે કોતરમાં પડી હતી. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

'બસનું ટાયર ફાટ્યું હતું'

એક ન્યૂઝ દ્વાર બચાવ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પેસેન્જર બસનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 28 લોકોના મોત થયા છે અને લગભગ 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાસિમા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવ્યા હતા.

પાકિસ્તાન (Pakistan)માં રોડ અકસ્માતો સામાન્ય છે...

પાકિસ્તાન (Pakistan)માં રોડ અકસ્માતના બનાવો સામાન્ય છે, જ્યાં ટ્રાફિક નિયમો અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવતું નથી. આ પહેલા 18 મેના રોજ પંજાબના ખુશાબ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડતાં એક જ પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 9 લોકો ઘાયલ થયા છે. અગાઉ 3 મેના રોજ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક પેસેન્જર બસ સાંકડા રસ્તા પરથી લપસીને કોતરમાં પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 21 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : 25 વર્ષ બાદ Pakistan એ પોતાની ભૂલ સ્વીકારી, જાણો શું હતો સમગ્ર મામલો…

આ પણ વાંચો : Sri Lanka એ ભારતમાં ધરપકડ કરાયેલા ચાર ISIS આતંકવાદીઓના આકાઓ પર સકંજો કસ્યો…

આ પણ વાંચો : Pakistan Heat Wave : તાપમાન 52 ડિગ્રીને પાર, કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

Tags :
BalochistanBalochistan bus accidentGujarati NewsPakistanPakistan bus accidentpakistan road accidentworld
Next Article