IIT ગુવાહાટીમાં મોટી દુર્ઘટના, હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની લાશ મળી, આ વર્ષની ચોથી ઘટના...
- IIT ગુવાહાટીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા
- હોસ્ટેલમાં એક વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો
- મૃતક કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો
IIT ગુવાહાટીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, સોમવારે ગુવાહાટીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ની હોસ્ટેલમાં એક વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીની લાશ બ્રહ્મપુત્રા હોસ્ટેલમાં તેના રૂમમાંથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો.
ત્રણ ઘટનાઓ બની ચૂકી...
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ ચાલુ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ વર્ષે ગુવાહાટી IIT માં વિદ્યાર્થીના મોતની આ ચોથી ઘટના છે. 9 ઓગસ્ટના રોજ એક વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : Kanpur : ટ્રેન અકસ્માતના કાવતરામાં થયો મોટો ખુલાસો, આ મોટા આતંકી સંગઠનનો હાથ!
જાણો પ્રવક્તાએ શું કહ્યું...
એક પ્રવક્તાએ કહ્યું, "ગુવાહાટી IIT ને ખૂબ જ દુઃખ સાથે જણાવવું છે કે અમારા સમુદાયના એક વિદ્યાર્થીનું અવસાન થયું છે. અમે આ મુશ્કેલ સમયે વિદ્યાર્થીના પરિવાર, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ." પ્રવક્તાએ જણાવ્યું, "અમે અમારા વિદ્યાર્થી સમુદાયને અમારી સપોર્ટ મિકેનિઝમ્સ સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. IIT ગુવાહાટી તમામ વિદ્યાર્થીઓ માટે સહાયક અને સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે."
આ પણ વાંચો : BJP અધ્યક્ષના પુત્રની ઓડી કારે 5 વાહનોને ટક્કર મારી, પિતાએ કહ્યું- કાયદો બધા માટે સમાન...
વિદ્યાર્થીની મૃતદેહ ફાંસીથી લટકતી હાલતમાં મળી...
અગાઉ, M.Tech નો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાં છત પરથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સંસ્થાના પ્રવક્તાએ આ માહિતી આપી. આ મૃતક વિદ્યાર્થી પણ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને ડીસાંગની હોસ્ટેલમાં રહેતો હતો.
આ પણ વાંચો : Uttarakhand : કેદારનાથ હાઈવે પર ભારે ભૂસ્ખલન, 1 નું મોત, અનેક મુસાફરો દટાયા હોવાની આશંકા...