Kagdapith: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી
Kagdapith Police: શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાની લાલચે સોનાની લૂંટના પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે ફરિયાદી ખુદ જ આરોપી નીકળ્યો અને આરોપી સહિત કુલ ત્રણ શખ્સોને કાગડાપીઠ પોલીસ (Kagdapith Police)એ દબોચી લીધા છે. આ મામલે અત્યારે પોલીસએ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, અહીં તો ફરિયાદી બનીને આવેલા ખુદ આરોપી હતા. જોકે, અત્યારે ત્રણેયને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
તપાસ દરમિયાન થયો મોટો ખુલાસો
અમદાવાદના ગીતામંદિર પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર શનિવારે સામે આવ્યા હતા. ચાર વાગ્યાની આસપાસ ગીતામંદિર વિસ્તારમાં સોનાની લૂંટ થયો હોવાની સમાચાર વહેતા થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પરંતુ આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. લૂંટની ફરિયાદ કરનાર યુવક ધર્મ ઠક્કર જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધર્મ ઠક્કર સહિત અન્ય બે શખ્સોની અટકાયત કરીને તપાસ શરુ કરી છે.
પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા
આરોપી ધર્મ ઠક્કર અને એના મિત્રોએ શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવા ની લાલચ અને આર્થિક સંકડામણને લઈને લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. આરોપી ધર્મ ઠક્કરના સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા. જેના આધારે જ તેઓ બનાવેલા પ્લાનનો ખુલાસો થયો હતો. કાગડાપીઠ પોલીસ (Kagdapith Police)એ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. માણેકચોકથી જમાલપુર સોનું લઈ જવાનું હતુ. આ દરમિયાન લૂંટ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારે ચોરો ખુબ જ ચાલાક થઈ ગયા છે. ચોરીઓ કરવા માટે હવે ચોરો ફિલ્મી ઢંગે યોજના બનાવા લાગ્યા છે.