Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Madhya Pradesh માં ભાજપ સરકારનો મોટો નિર્ણય, હવેથી મંત્રીઓ જાતે જ ભરશે આવકવેરો

Madhya Pradesh માંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Madhya Pradesh ના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે હવે નિર્ણય લીધો છે કે, મધ્યપ્રદેશમાં મંત્રીઓ પોતાનો ઈન્કમ ટેક્સ જાતે જ ભરશે. મધ્યપ્રદેશના ભોપાલમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર...
madhya pradesh માં ભાજપ સરકારનો મોટો નિર્ણય  હવેથી મંત્રીઓ જાતે જ ભરશે આવકવેરો

Madhya Pradesh માંથી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Madhya Pradesh ના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે હવે નિર્ણય લીધો છે કે, મધ્યપ્રદેશમાં મંત્રીઓ પોતાનો ઈન્કમ ટેક્સ જાતે જ ભરશે. મધ્યપ્રદેશના ભોપાલમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી રાજ્ય સરકાર મંત્રીઓનો આવકવેરો વસૂલતી હતી, પરંતુ Madhya Pradesh સીએમ ના આ નિર્ણય બાદ હવે મંત્રીઓ પોતે જ આવકવેરો ભરશે. Madhya Pradesh ની આ સરકારે 1972 નો નિર્ણય બદલ્યો છે.

Advertisement

મધ્યપ્રદેશની સરકારે 1972 થી ચાલતી પ્રથાને બંધ કરી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ હવે તેમના રાજ્યમાં આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. સમગ્ર બાબત અંગે મુખ્યમંત્રી મોહન યાદવે બેઠક બાદ જણાવ્યું હતું કે, 'હવે તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો વહન કરશે અને સરકાર પર તેનો કોઈ બોજ રહેશે નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે - 'અત્યાર સુધી 1972ના નિયમો અનુસાર મંત્રીઓ અને સંસદીય સચિવોનો પણ આવકવેરો ભરવાનો બોજ સરકાર પર હતો, પરંતુ હવે તમામ મંત્રીઓ જાતે જ આવકવેરો ભરશે' આમ મધ્યપ્રદેશની સરકારે 1972 થી ચાલતી આ પ્રથાને બંધ કરી છે. હવે સરકાર ઉપરથી થોડો ભાર ચોક્કસપણે ઓછો થયો છે.

Advertisement

દર વર્ષે થતો હતો કરોડોનો ખર્ચ

મધ્યપ્રદેશની સરકારે 1972 થી ચાલતી આ પ્રથાને બંધ કરતા હવે ચોક્કસપણે સરકારી ખાતામાં બચત થશે. દર વર્ષે સરકાર દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીઓના આવકવેરા ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. રાજ્ય સરકારે વર્ષ 2023 થી 2024 માટે મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિત 35 જનપ્રતિનિધિઓનો 79 લાખ રૂપિયાથી વધુનો આવકવેરો જમા કરાવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે મંત્રીઓના આવકવેરા પેટે લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : CM કેજરીવાલ જેલમાં જ રહેશે, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કર્યો

Tags :
Advertisement

.