Bihar ની નવી NDA સરકારનો મોટો નિર્ણય, નવા ચહેરાઓ સાથે કમિશનની રચના થશે...
Bihar માં એનડીએની નવી સરકાર બન્યા બાદ રાજ્યના 4 કમિશનનું વિસર્જન કરવામાં આવ્યું છે. નીતિશ સરકારે અત્યંત પછાત આયોગ, મહાદલિત આયોગ, રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ અને રાજ્ય અનુસૂચિત જનજાતિ (ST) આયોગને વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. Bihar માં સરકાર બદલાયા બાદ આ કમિશનની નવેસરથી રચના કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરકારમાં સામેલ થયા બાદ રાજ્યના રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જિલ્લાની 20 મુદ્દાની સમિતિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે Bihar માં NDA સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે 10 ફેબ્રુઆરીએ વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવાનો છે. પરંતુ તે પહેલા જ એનડીએના સહયોગી હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતનરામ માંઝીએ દબાણની રાજનીતિ શરૂ કરી દીધી છે. માંઝીએ તેમની પાર્ટી માટે સરકારમાં વધુ એક મંત્રી પદની માંગ કરી છે. નવી સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને પણ એવું નિવેદન આપ્યું છે જેણે Bihar ના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ચિરાગ પાસવાને જીતન રામ માંઝીની માંગને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો : Thalapathy Vijay ની એન્ટ્રીથી BJP ના સાઉથ ડ્રીમ પર પડશે શું અસર !, DMK-AIADMK પણ મુશ્કેલીમાં…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ