ICC Test Rankings માં થયો મોટો ઉલટફેર, આ ઈજાગ્રસ્ત ખેલાડી બન્યો No. 1 બેટ્સમેન
લાંબા સમય બાદ ICC Test Rankings જાહેર કરવામાં આવી છે. જેમા હાલમાં એક મોટો ઉલટફેર કરવામાં આવ્યો છે. નવીનતમ રેકિંગ મુજબ, ન્યુઝીલેન્ડ (New Zealand) ના અનુભવી બેટ્સમેન Kane Williamson નંબર વનનો તાજ પહેર્યો છે. જીહા, વિલિયમસન તાજેતરની ટેસ્ટ રેકિંગમાં નંબર 1 બની ગયો છે. સાથે જ સ્ટીવ સ્મિથને પણ આ રેકિંગમાં ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા (Australia) ના આ દિગ્ગજ બેટ્સમેનને રેકિંગમાં ફાયદો થયો છે. તે ચાર સ્થાનની છલાંગ લગાવીને બીજા નંબર પર પહોંચી ગયો છે. બીજી તરફ Joe Root પ્રથમ સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
New Zealand નો દિગ્ગજ ખેલાડી ICC Test Rankings માં નંબર વન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે નવીનતમ રેકિંગ જાહેર કરી છે. England vs Australia વચ્ચે Lords માં રમાયેલી ટેસ્ટ બાદ હવે ઇંગ્લિશ બેટ્સમેન Joe Root ને ICC Test Rankings માં મોટું નુકસાન થયું છે. ઈંગ્લિશ ખેલાડી ચાર સ્થાન નીચે આવીને 5માં સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન Steve Smith ચાર સ્થાન ઉપર ચઢીને બીજા સ્થાને પહોંચી ગયો છે. દરમિયાન રસપ્રદ વાત એ છે કે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલો ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન Kane Williamson લેટેસ્ટ Ranking અનુસાર No. 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે.
કેનના 883 રેટિંગ પોઈન્ટ છે જ્યારે સ્મિથના 882 રેટિંગ પોઈન્ટ છે. સ્મિથ પાસે એશિઝ 2023ની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બનવાની તક હશે. તેની આ 100મી ટેસ્ટ મેચ હશે અને જો તેને નંબર-1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ મળશે તો આ ટેસ્ટ મેચ તેના માટે વધુ ખાસ બની જશે. ઓસ્ટ્રેલિયાનો Marnus Labushen ત્રીજા નંબર પર યથાવત છે. જ્યારે Travis Head પણ ચોથા સ્થાન પર છે.
Kane Williamson surges to top of ICC Men's Test Player Rankings
Read @ANI Story | https://t.co/8bHkrdmBZC#KaneWilliamson #ICCRankings #ICCTestRankings #cricket pic.twitter.com/eXAGBD9zmt
— ANI Digital (@ani_digital) July 5, 2023
નંબર 1 સ્થાનની નજીક પહોંચ્યો Steve Smith
Steve Smith ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી Ashes Series માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેને રેકિંગમાં પણ તેના પ્રદર્શનનો ફાયદો જોવા મળ્યો છે. સ્ટીવ સ્મિથ અગાઉ 861 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે હતો. પરંતુ તેને Lords માં સદીનો ફાયદો થયો છે. તે હવે 882 પોઈન્ટ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. કાંગારુ ખેલાડી ટોચના Kane Williamson કરતાં માત્ર 1 પોઈન્ટ પાછળ છે. જો તે હેડિંગ્લેમાં સારો દેખાવ કરશે તો તે નંબર 1 બેટ્સમેન બની જશે.
આ ટોપ 5 બેટ્સમેન છે
1. કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ)
2. સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
3. માર્નસ લાબુશેન (ઓસ્ટ્રેલિયા)
4. ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા)
5. જો રૂટ (ઇંગ્લેન્ડ)
કેમ વિલિયમસન બન્યો નંબર વન બેટ્સમેન?
તાજેતરમાં, Kane Williamson ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન ગંભીર રીતે Injured થયો હતો, જેના કારણે તે હાલમાં ક્રિકેટથી દૂર છે. આ બધું હોવા છતાં, વિલિયમસનના માથે નંબર 1 ટેસ્ટ Batsman તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ તેની નીચે (ટેસ્ટ રેકિંગમાં) બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે છે. નોંધપાત્ર રીતે, કેન વિલિયમસન (883) હાલમાં ICC રેકિંગ અનુસાર નંબર વન ટેસ્ટ બેટ્સમેન હોવા છતાં, સ્ટીવ સ્મિથ (882), માર્નસ લાબુશેન (873), હેડિંગ્લે ટેસ્ટ (એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ) માં સારું પ્રદર્શન કરીને ટ્રેવિસ હેડ (872) અથવા જો રૂટ (866) આ ટાઇટલનો દાવો કરી શકે છે.
ICC Test batters ranking:
1) Kane Williamson - 883
2) Steve Smith - 882
3) Marnus Labuschagne - 873
4) Travis Head - 872
5) Joe Root - 866
6) Babar Azam - 862
7) Usman Khawaja - 847
8) Daryl Mitchell - 792
9) Dimuth Karunaratne - 780
10) Rishabh Pant - 758 pic.twitter.com/DAXsoV6iI5— Johns. (@CricCrazyJohns) July 5, 2023
ટોપ 10 માં કોઇ પણ ભારતીય ખેલાડી નથી
ICC દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ ટેસ્ટ રેકિંગના ટોપ 10 ખેલાડીઓમાં માત્ર એક ભારતીય ખેલાડી હાજર છે. તે ખેલાડી Virat Kohli કે Rohit Sharma નહીં પરંતુ વિકેટ કીપર બેટ્સમેન Rishabh Pant છે. પંત પણ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એક કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા (729) બારમા સ્થાને અને વિરાટ કોહલી (700) ચૌદમા સ્થાને છે. નવીનતમ ટેસ્ટ રેન્કિંગ અનુસાર, રવિચંદ્રન અશ્વિન નંબર 1 ટેસ્ટ બોલર છે અને રવિન્દ્ર જાડેજા નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.
અશ્વિન ટેસ્ટમાં નંબર 1 બોલર બન્યો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર Ravichandran Ashwin ટેસ્ટ ક્રિકેટમાં પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. આ કારણોસર, તે ICC દ્વારા જારી કરાયેલા નવા બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. અશ્વિન પાસે હાલમાં 860 રેટિંગ છે. જ્યારે બોલરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર Pat Cummins 826 રેટિંગ સાથે બીજા સ્થાને છે.
આ પણ વાંચો - જોની બેયરસ્ટોના રન આઉટ વિવાદ બાદ ફેન્સને MS Dhoni આવી રહ્યો છે યાદ, Video
આ પણ વાંચો - ODI વર્લ્ડ કપ 2023 માં ક્વોલિફાય ન થયા બાદ આ ટીમના કેપ્ટને પદ પરથી આપ્યું રાજીનામું
આ પણ વાંચો - ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ ઘરને જ બનાવી દીધું મેદાન, Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ