ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવી તસ્કરોએ મચાવી લૂંટ

મોંઘવારીના સમયમાં લૂંટની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઇ રહી છે. જોકે, હવે તસ્કરોએ સામાન્ય નાગરિકની સાથે નેતાજીના ઘરને પણ લૂંટવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી અનુસાર, ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટની ઘટના બની હોવાનું તાજેતરમાં સામે આવી...
10:24 AM Sep 15, 2023 IST | Hardik Shah

મોંઘવારીના સમયમાં લૂંટની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઇ રહી છે. જોકે, હવે તસ્કરોએ સામાન્ય નાગરિકની સાથે નેતાજીના ઘરને પણ લૂંટવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી અનુસાર, ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટની ઘટના બની હોવાનું તાજેતરમાં સામે આવી રહ્યું છે. લૂંટને અંજામ આપનાર તસ્કરોએ રાત્રીના સમયે પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ મચાવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી.

ભિલોડામાં ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં રાત્રીના સમયે તસ્કરો લૂંટના ઈરાદે આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે સમયે તસ્કરો લૂંટના ઈરાદે આવ્યા ત્યારે ધારાસભ્યના પત્ની ઘરમાં એકલા જ હતા જેનો ફાયદો ઉઠાવી સૌથી પહેલા તેમને ઘરમાં બંધક બનાવ્યા હતા. તે પછી તેમણે ઘરમાં લૂંટ મચાવી હતી. મળતી માહિતી અનુસાર, તસ્કરોએ સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ મચાવી હતી. ભિલોડાના વાકાટીંબા ગામના ઘરમાં લૂંટની ઘટના બની હોવાનું જાણ્યા બાદ ધારાસભ્ય પી સી બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા. વળી ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે.

એસપી શૈફાલી બરવાલે મીડિયાને જણાવ્યુ હતું કે, બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AravalliAravalli Latest NewsAravalli Newsaravalli policeAravalli UpdateBhiloda MLA PC Barandarobbed at home
Next Article