Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજન.બિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોલીસને મળી મોટી સફળતા, ડમી ઉમેદવારથી પાસ થનાર તલાટી કમ મંત્રી પકડાયો

ભાવનગર ડમીકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકો સામે ફરિયાદ નોંધવામાં...
07:12 PM Apr 24, 2023 IST | Hardik Shah

ભાવનગર ડમીકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડમીકાંડમાં પકડાયેલા પાંચ આરોપીમાં હસમુખ ભટ્ટ , જયદિપ ભેડા, દેવાંગ રામાનુજ, યુવરાજસિંહ પરમાર, હિરેનકુમાર જાની છે. ત્યારે આ તપાસમાં વધુ બે IPS અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

ડમીકાંડમાં પકડાયેલા વધુ પાંચ આરોપીમાંથી 1 હસમુખ ભટ્ટ છે, જેણે પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર જયેશ દેવાણાને પરીક્ષામાં બેસાડ્યો હતો અને હાલમાં તે તલાટી કમ મંત્રી તરીકે તળાજાના કેરાળા ગામે ફરજ બજાવી રહ્યો હતો.  જ્યારે દેવાંગ રામાનુજ નામના ઉમેદવારે ગ્રામ પંચાયતની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો.

જયદિપ ભેડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયદીપે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં કૌશિક જાનીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આ સાથે યુવરાજસિંહ પરમાર નામના MPHWના અસલી ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવી છે.

Tags :
dummy scamGujaratSITYuvrajsinh Jadeja
Next Article